HomeGujaratCentral Gujaratપોલીસ પર હુમલા સહિતની અસામાજિક પ્રવૃતિઓ માટે BJPના કોર્પોરેટર પતિની ધરપકડ

પોલીસ પર હુમલા સહિતની અસામાજિક પ્રવૃતિઓ માટે BJPના કોર્પોરેટર પતિની ધરપકડ

ઘણી વખત એવું ચિત્ર જોવા મળ્યું છે કે, સત્તા અને ખુરશી જે વ્યક્તિને મળી હોય એના કરતા એના ઘરના વ્યક્તિ શાસન કરતા હોય છે. ખાસ કરીને જ્યારે કોઈ મહિલા ચૂંટણી જીતી હોય તો રાજ એના પતિ કરતા હોય છે. આવો જ એક કેસ વિરમગામમાંથી સામે આવ્યો છે. જેમાં વિરમગામ પોલીસે ભાજપના કોર્પોરેટર પતિની ધરપકડ કરી લીધી છે. આ વ્યક્તિની પોલીસ પર હુમલા સહિત જુદી જુદી અસામાજિક પ્રવૃતિના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

પાસા હેઠળ એમની ધરપકડ કરીને સુરત જેલ ખાતે મોકલી દેવાયો છે. અમદાવાદ IG વી.ચંદ્રશેખર તથા SP વીરેન્દ્રસિંહ યાદવની સૂચના અનુસાર PI એમ.એ.વાઘેલાએ માથાભારે અને રીઢા ઈસમો પર પગલાં લીધા છે. જેમાં ભાજપના કોર્પોરેટરને પતિ પણ ઝપેટમાં આવી ગયા હતા. ગેરકાયદે અસામાજીક પ્રવૃતિને ડામવાના અભિયાન અંતર્ગત આવા તત્ત્વોને પકડી તડીપાર જેવા અટકાતી પગલાં લેવા માટે આદેશ કર્યા છે. જે કામગીરી હેઠળ હાર્દિક ગીરીશભાઈ રાઠોડની સામે એક ચોક્કસ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા ક્લેકટર અને મેજીસ્ટ્રેટ સંદીપ સાંગલે તરફથી આવી ગેરકાયદેસર પ્રવૃતિની ગંભીરતાને ધ્યાને લઇ સદર ઇસમ વિરુદ્ધ પાસા હેઠળ ગુનો નોંધાયો છે. વિરમગામ પોલીસે તા.8 એપ્રિલના રોજ પાસા અંતર્ગત હાર્દિકભાઈની ધરપકડ કરી છે. મહાનગર કરતા ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લાઓમાં આ રીતે મહિલાના બદલે એના ઘરવાળા ખુરશી પર બેસીને રાજ કરતા હોય છે. આ રીતે ઝડપાયા હોય એવો આ પહેલો કેસ નથી. આ પહેલા પણ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિની રાજકોટ દ્વારા પાસા હેઠળ ધરપડક કરવામાં આવી છે. તેની સામે દારુ અને હથિયાર બાબતેનો ગુનો નોંધ્યો હતો. રાજકોટ પોલીસ દ્વારા બાતમીના આધારે દરોડો કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ચાંદનીના ઘરમાંથી દારૂ અને બીયરનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

ખાસ કરીને ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતમાં મહિલાના પતિ થકી બધુ શાસન ચાલતું હોય છે. જો સૌરાષ્ટ્રમાં આ અંગે એક સર્વે કરવામાં આવે તો મોટાભાગના જિલ્લાઓમાંથી આ પ્રકારના કેસ સામે આવે એમ છે. સુરેન્દ્રનગરથી લઈને ઓખા સુધીને જામનગરથી લઈને જૂનાગઢ સુધી જિલ્લાઓમાં આ જ પ્રકારે ચિત્ર સમયાંતરે ઉઘાડું પડ્યું છે. પણ વિરમગામેથી ભાજપના કોર્પોરેટરના પતિની આ રીતે ધરપકડ થતા રાજકીય લોબીમાં અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW