HomeGujaratહિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, તણાવગ્રસ્ત માહોલ

હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, તણાવગ્રસ્ત માહોલ

હિન્દુધર્મના પવિત્ર તહેવાર રામનવમીના દિવસે ઉત્તર ગુજરાતના હિંમતનગરમાં ધીંગાણું થયું છે. રામનવમીના અવસર પર હિંમતનગરમાં નીકળેલી શોભાયાત્રા દરમિયાન અસામાજિક તત્ત્વોએ હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાને લઈને હિંમતનગર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સ્થિતિને કાબુમાં લઈને ટોળું વિખેર્યું હતું. હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં તણાવગ્રસ્ત માહોલ છે.

રામનવમીને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે. રાજ્યમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ સતત નજર રાખી રહી છે. રાજ્યમાં ધામધૂમ પૂર્વક થઈ રહેલી ઉજવણી વચ્ચે માઠા વાવડ સામે આવ્યા છે. છાપરિયા વિસ્તારમાંથી રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે ટીયરગેસના સેલ છોડીને ટોળાને વિખેરવા માટેનો પ્રયાસ કર્યો હતો. કોરોનાને કારણે બે વર્ષથી ન યોજાયેલી ભગવાન રામની પાલખીયાત્રા આ વર્ષે હર્ષોલ્લાસ સાથે યોજાઇ હતી. એવામાં અચાનક આ રીતે પથ્થરમારો થતા વાતાવરણ તંગ બની ગયું છે. હિંમતનગર પોલીસની ટુકડીઓએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. ઠેર ઠેર શોભાયાત્રા સાથે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રામનવમના પર્વ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થતા ભક્તોમાં એક પ્રકારનો રોષનો માહોલ છે. સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે સ્થિતિને કાબુમાં લેવા ટીઅર ગેસનું ફાયરિંગ કર્યું હતું. સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસના ધાડેધાડા ઊતારી દેવામાં આવ્યા છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં રામનવમી પર્વ નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે નગરના રૂટ પરથી યાત્રા પસાર થઈ રહી હતી. એ સમયે પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. રામનવમીના પવિત્રપર્વના દિવસે જ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. છાપરિયા વિસ્તારમાં કેટલાક વાહનોને અસામાજિક તત્ત્વોએ આગચંપી પણ કરી હતી. પોલીસ ઉપર પણ પથ્થરમારો થયો છે. પોલીસની ગાડી ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે. બે જુથ સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો. જેના કારણે સ્થિતિ તણાવગ્રસ્ત બની ગઈ છે. કેટલાક લોકોને ઈજા પહોંચી હોવાના પણ વાવડ મળ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW