HomeNationalબાપે નાગને માર્યો, નાગણે એના પુત્રને ડંખી લીધો તાંત્રિક પાસે પરિવાર ગયો...

બાપે નાગને માર્યો, નાગણે એના પુત્રને ડંખી લીધો તાંત્રિક પાસે પરિવાર ગયો…

સામાન્ય રીતે ફિલ્મોમાં એવું જોવા મળે છે કે, સાપ બદલો લેવા માટે ફરી હુમલો કરો છે. પણ પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાં એક એવો કેસ બન્યો જેમાં એ વિસ્તાર બદલાપુરથી જાણીતો થઈ ગયો છે. મધ્ય પ્રદેશના સિહોરમાં એક વ્યક્તિે નાગને કચડીને પતાવી દેતા 15 કલાકમાં નાગણીએ એના 12 વર્ષના દીકરાને ડંખ મારીને ભોગ લઈ લીધો હતો. જેમાં 12 વર્ષના દીકરાનું મોત નીપજ્યું છે. મધ્ય પ્રદેશના બુદની તાલુકાના જોશીપુર ગામે આ ઘટના બની હતી.

કિશોરીલાલ મજૂરી કામ કરે છે. નવરાત્રીના જ્વારા ઘરે મૂકવામાં આવ્યા હતા. ગુરૂવારે રાત્રીના નવ વાગ્યે ઘરની પાસે એક નાગ જોવા મળ્યો હતો. જેને લીઈને કિશોરીલાલે એને મારીને જંગલમાં ફેંકી દીધો હતો. પછી રાત્રીના 2 વાગ્યે નાગણીએ ઘરમાં સૂઈ રહેલા દીકરાને ડંક મારી દીધો હતો. રોહિતે બૂમ પાડતા પરિવારજનો જાગી ગયા હતા. પહેલા દીકરાની સારવાર કરાવવાના બદલે તાંત્રિક પાસે લઈ ગયા હતા. તાંત્રિક વિધિનો સહારો લીધો હતો. એ પછી પણ સ્થિતિ ન સુધરતા બાલકને નર્મદપુરમ (હોશંગાબાદ)ની હોસ્પિટલમાં સારવાર હેતું લઈ જવાયો હતો. જ્યાં એની પ્રાથમિક સારવાર બાદ ડૉક્ટરે એને ભોપાલની હોસ્પિટલમાં રીફર કરી દીધો હતો.પણ પરિવારજનો હોસ્પિટલ લઈ જવાના બદલે રોહિતને પોતાના ઘરે લાવ્યા હતા. ગામમાં રહેલા એક તાંત્રિકની ફરી તાંત્રિક વિધિની મદદ લીધી. સવારે 5 વાગ્યે રોહિતનું મોત નીપજ્યું. ગામવાસીઓએ રાત્રે જ નાગણીને શોધીને માર નાંખી હતી. બાળકનું પોસ્ટમોર્ટમ કરાવ્યું તો મોતનું કારણ સ્નેક બાઈટ સામે આવ્યું હતું. એનું આખું શરીર અને નખ લીલા થઈ ગયા હતા.

મધ્ય પ્રદેશમાં હજું પણ ઘણા એવા પરિવારો છે જેમાં કોઈ વ્યક્તિ બીમાર પડે તો પહેલા ડૉક્ટરને બતાવવાના બદલે તાંત્રિકનો સહારો લઈ રહ્યા છે. ખાસ કરીને આવા કેસમાં ખોટા અને ધુતારા તાંત્રિકો ફાવી જાય છે. જોકે, આ ઘટના બનતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. જ્યારે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ જગ્યાની ચર્ચા સમગ્ર જિલ્લામાં થતા લોકો આને બદલાપુર પણ કહી રહ્યા છે. આમ તાંત્રિકના ચક્કરમાં બાળકનો જીવ ગયો. જો સારવાર મળી હોત તો થોડા ચાન્સ રહ્યા હોત.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW