સ્ટેટ GSTની ટીમ દ્વારા ભાવનગર શહેરની 3 પેઢીમાં શરુ કરાયેલી તપાસ દરમિયાન 2 પેઢી બોગસ નીકળી હતી. જયારે અન્ય એક પેઢીની તપાસમાં વાંધા જનક જણાતા ટીમે શનિવારે 3જા દિવસે પણ તાપસ જારી રાખી છે. જોકે આ પેઢીમાં ગેરરીતિ ખુલી છે કે કેમ તેની કોઈપણ સ્પષ્ટતા કરાઈ નથી. સ્ટેટ GSTની ટીમે ભાવનગર શહેરની ભોલેનાથ અને KP ઇન્ડસ્ટ્રીઝ તેમજ બાબા મેટલ નામની પેઢીઓમાં ઘઠ ધરવામાં આવેલી તપાસ દરમિયાન ભોલેનાથ અને KP ઇન્ડસ્ટ્રીઝના નામે GST નંબર માટે મહારાષ્ટ્રમાં રજીસ્ટ્રેશન કરાયું હતું.
જોકે વધુ તપાસમાં આ બંને પેઢીઓ બોગસ સાબિત થઇ હતી. તો બાબા મેટલની તપાસ દરમિયાન ગેરરીતિ ખુલવાની શક્યતા જણાયા બાદ ટિમ દ્વારા જીણવટભરી તપાસ આરંભી હતી. જે શુક્રવારે આગળ ધપી હતી. આમ GSTની ટીમ દ્વારા તપાસનો દોર આગળ ધપાવ્યો છે. જોકે છેલ્લા 3 દિવસથી ચાલી રહેલ તપાસ બાદ પણ GST તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવતા બાબા મેટલ નામની પેઢીમાં ગેરરીતિ બહાર આવવાની શક્યતા જણાઈ રહી છે.

