HomeGujaratCentral GujaratCNGનો ભાવ રૂ.81.59 સુધી પહોંચતા રિક્ષાચાલકો મુંઝાયા,મિનિમમ ભાડું વધશે

CNGનો ભાવ રૂ.81.59 સુધી પહોંચતા રિક્ષાચાલકો મુંઝાયા,મિનિમમ ભાડું વધશે

પેટ્રોલ અને ડીઝલ બાદ CNG ગેસના ભાવમાં વધારો થવાને કારણે પરિવહન મોંઘુ થઈ રહ્યું છે. ગુજરાત રાજ્યમાં CNG ગેસના ભાવ રૂ.81.59 સુધી પહોંચી ગયા છે. જેના કારણે હવે રાજ્યભરના રિક્ષાચાલકો મુંઝાયા છે. જો હવે ટૂંક સમયમાં જ મિનિમમ ભાડું વધારવામાં નહીં આવે તો રિક્ષા ચાલકો હડતાલ પર ઊતરશે. CNG ગેસના ભાવ વધતા રિક્ષા ચાલકોની હાલત કફોડી થઈ ચૂકી છે. તેથી રિક્ષા ચાલકો ભાડું વધારવા માટેની માંગ કરી રહ્યા છે.

અગાઉ જે ઓછામાં ઓછું ભાડું રૂ.10 હતું એ વધીને રૂ.20 કરાયું છે. હવે રૂ.30 કરવા માંગ કરવામાં આવી છે. તા.1 એપ્રિલના રોજ CNG ગેસના ભાવમાં સીધો રૂ.5નો તોતિંગ વધારો કરાયો હતો. એ પછી તા.7 એપ્રિલના રોજ ફરી રૂ.2નો ભાવ વધારો કરાયો હતો. જેના કારણે CNGનો કુલ ભાવ રૂ. 81.59 સુધી પહોંચી ગયો છે. પહેલી વખત CNGનો ભાવ રૂ.80ને પાર થયો છે. જેની સીધી અસર મહાનગરના રિક્ષાચાલકોને થઈ રહી છે. જેમાં સૌથી વધારે અમદાવાદ અને રાજકોટમાંથી રિક્ષાચાલકોએ ભાવ વધારો કરવા માંગ કરી છે. મોંઘવારીના આ માહોલની અસર રિક્ષાચાલકો ઉપર પણ સીધી રીતે થઈ રહી છે. CNG ગેસમાં થયેલા ભાવ વધારાને કારણે રિક્ષાચાલકો ઠેરઠેર વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. માર્ચ અને એપ્રિલ એમ બે મહિનામાં કુલ 38 દિવસના ટૂંકાગાળામાં CNG ગેસના ભાવમાં સીધો 11.50 રૂ.નો વધારો થયો છે. માર્ચ મહિનામાં જ 3 વખત ભાવ વધારો ઝીંકાયો છે. જ્યારે એપ્રિલ મહિનામાં બે વખત ભાવ વધ્યા હતા. એપ્રિલ મહિનામાં અદાણી CNGમાં ભાવ વધારો થયો. અમદાવાદમાં અત્યાર સુધીનો CNGનો ભાવ રૂ.79.59 હતો. જેમાં ગુરૂવારે વધારો કરાતા નવો CNGનો ભાવ રૂ.81.59 પર પહોંચ્યો છે. CNGના ભાવમાં થઈ રહેલા વધારાના પગલે સ્થાનિક ધોરણે પણ પરિવહન મોંઘું થઈ રહ્યું છે.

ઘણા લોકો પાસે પોતાની CNG કાર પણ હોય છે. જેનો ઉપયોગ પેટ્રોલ ડીઝલના વિકલ્પ રૂપે કરવામાં આવે છે. પણ હવે CNG ગેસના ભાવમાં વધારો થતા માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે. જીવન જરૂરિયાતની દરેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતા મોંઘવારી મઘ્યમવર્ગની કમર તોડી રહી છે. છેલ્લા લીંબુના ભાવમાં વધારો થતા ઉનાળાનું અમૃતપીણું મનાતું લીંબુ શરબત પણ મોંઘુ થયું છે. જ્યારે હોટેલવાળાઓએ તો પાર્સલમાં લીંબુ આપવાના બંધ કરી દીધા છે. રિક્ષા ચાલકોએ એવી ચિમકી ઉચ્ચારી હતી કે, જો મિનિમમ ભાડું નહીં વધે તો હડતાલ કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW