HomeGujaratશિક્ષણમંત્રીના પૂતળાનું દહન કરીને એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન, કહી આ વાત

શિક્ષણમંત્રીના પૂતળાનું દહન કરીને એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન, કહી આ વાત

બે દિવસ પહેલા રાજકોટમાં આવેલા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના શિક્ષણ વિશે કરેલા વિવાદીત નિવેદન બાદ ઠેર ઠેર તેનો વિરોધ કરાઈ રહ્યો છે. રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા શિક્ષણમંત્રીના પૂતળાનું દહન કરી શિક્ષણમંત્રી માફી માગેની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં 15ની અટકાયત કરાઈ હતી.

શહેરના એસ્ટ્રોન ચોકમાં NSUIના કાર્યકરો દ્વારા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં 15 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. જ્યાં શહેર NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ કહ્યું હતું કે, શિક્ષણ ખરાબ છે એટલે જીતુ વાઘાણીનો દિકરો ચોરી કરતા પકડાયો. જીતુ વાઘણીએ સમગે ગુજરાતનું તથા ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે. આ પ્રકારના વિવાદિત નિવેદન બદલ વાઘણીએ માફી મંગાવી જોઈએ.

શિક્ષણનેમંત્રીની જરૂર નહીં પરંતુ મંત્રીને શિક્ષણની જરૂર છે. આજે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં જીતુ વાઘાણી માફી માગે તેવા સુત્રોચ્ચાર કર્યા હતા. NSUIના કાર્યકરોએ સુત્રોચાર અને બેનર સાથે વિરોધ કર્યો હતો. તેમજ જીતુ વાઘાણીના રાજીનામાની માંગણી કરી છે. એસ્ટ્રોન ચોક ખાતે જીતુ વાઘાણી ના પૂતળાનું દહન કાર્યક્રમમાં એ ડિવિઝન પોલીસે શહેર NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહીત 15 જેટલા લોકોની કરી અટકાયત કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW