HomeGujaratદિલ્હીના નાયબમુખ્યમંત્રી સોમવારે ગુજરાતના પ્રવાસે, શાળાની લેશે મુલાકાત

દિલ્હીના નાયબમુખ્યમંત્રી સોમવારે ગુજરાતના પ્રવાસે, શાળાની લેશે મુલાકાત

રાજ્યમાં શિક્ષણ ઉપર હવે રાજનીતિ ગરમાઈ રહી છે. થોડા દિવસ પહેલા શિક્ષણ મુદ્દે જીતુ વાઘાણી અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા વચ્ચે ટ્વિટર વોર શરૂ થઈ હતી. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણમંત્રીને ગુજરાતમાં શિક્ષણ મુદ્દે ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો હતો. ત્યારે હવે સોમવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા ગુજરાતના પ્રવાસે આવશે. તેમજ ગુજરાતમાં આવેલી શાળાઓની મુલાકાત લેશે.

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ મુદ્દે આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સતત જીતુ વાઘાણી અને ભાજપ સરકાર પર સતત પ્રહાર કરી રહી છે. જીતુ વાઘાણીના નિવેદન પર દિલ્લીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ પલટવાર વાર કર્યો છે અને કહ્યું છે કે ગુજરાતમાં શિક્ષા વ્યવસ્થામાં કોઈ કામ નથી થયુ. સોમવારે હું ગુજરાત પ્રવાસ પર આવી રહ્યો છું ત્યારે હું ગુજરાતની સ્કૂલો જોવા જઈશ. સાથે વાઘાણી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે જીતુ વાઘાણીના નિવેદનમાં અહંકાર સમાયેલો છે. આ નિવેદન ખૂબ જ શરમજનક છે

ગઈકાલે દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે ગુજરાતના શિક્ષણમંત્રીએ ગુજરાતના લોકોને ધમકી આપી છે. ભાજપ 27 વર્ષથી સારૂ શિક્ષણ નથી આપી શક્યું. લોકોને ગુજરાત છોડીને જવાની જરૂરિયાત નથી. ગુજરાતમાં AAP સરકાર બનાવશે. ગુજરાતમાં પણ દિલ્લીની માફક સારૂ શિક્ષણ આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારના રોજ રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત સ્કૂલના લોકાપર્ણ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર આડકતરા પ્રહારો કર્યા હતાં. જેમાં તેમણે કહ્યું હતું કે, જે લોકોને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગે તે અહીંથી જતા રહે. ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તેને જે રાજ્યમાં જવું હોય ત્યાં જઈ શકે છે. જે ગુજરાતમાં જન્મ્યા, શિક્ષણ મેળવ્યું હવે બીજા દેશ-રાજ્યો સારા લાગે છે શિક્ષણને લગતાં સૂચનો કરો પણ એ લોકોને ટીકા જ કરવી છે. આપણે તો કહ્યું છે કે ગુજરાત આવો, વ્યવસ્થાઓ જુઓ શિક્ષણને લગતા સૂચનો કરો પણ એ લોકોને ટીકા જ કરવી છે. જે ગુજરાતમાં જન્મ્યા, શિક્ષણ મેળવ્યું હવે બીજા દેશ-રાજ્યો સારા લાગે છે.

તો બીજી તરફ થોડા દિવસ અગાઉ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ ભાજપ પર પ્રહાર કર્યો હતો. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને જાહેરમાં ડિબેટ માટે પડકાર ફેંક્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ચેલેન્જ એ સંદર્ભે આપવામાં આવી છે જ્યારે હાલમાં ગુજરાત ભાજપ દિલ્હીની સ્કૂલો વિરુદ્ધ ટ્વીટ કરી રહ્યું છે. જે બાદ સિસોદીયાએ જીતુ વાઘાણીને પડકાર ફેંક્યો છે. સિસોદીયાએ કહ્યું કે શિક્ષણ અંગેની કોઈ વાત ભાજપ ન જ કરે તો સારું.ગુજરાતના શિક્ષણમંત્રી જ્યારે ઈચ્છે તે સમયે આમને સામને ડિબેટ કરવા તૈયાર છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW