મોરબી પાલિકા હાલ સ્વચ્છતા સર્વેક્ષણમાં હરણફાળ ભરવા તૈયાર હોય અને શહેરને નીટ એન્ડ ક્લીન બનાવવા મથી રહ્યું હોવાના દાવા વચ્ચે મોરબી જિલ્લા ભાજપના કાર્યાલયની સામે એસટીના પ્રવેશ દ્વાર પર અવાર નવાર ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. અને આ પાણી રોડ પર તેમજ બાજુમાં આવેલ સુપર માર્કેટ વિસ્તારમાં જઈ રહ્યું છે જેના કારણે અહી ખરીદી માટે આવતા તેમજ એસટીમાં મુસાફરી કરતા મુસાફરોને બસ સ્ટેશનમાં આવવા જવામાં ભારે હાલાકી પડી રહી છે દેશના વડાપ્રધાન ભલે સ્વચ્છતા અંગે અપીલ અને વિનંતી કરે પણ ભાજપ શાસિત પાલિકા ખુદ પોતાના કાર્યાલય સામે પણ સફાઈ ન કરાવી શક્તિ હોવાનો આક્ષેપ કોંગ્રેસ અગ્રણીએ કર્યો છે

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય સનાળા રોડ પાસે છેલ્લાં આઠ દિવસ થયા ભૂગર્ભ ગટર ના ગંદા પાણી છલકાય રોડ ઉપર ભર ઉનાળે ચોમાસા ના પાણી જેમ રોડ રસ્તા ઉપર છલકાય ઝરણાં ની જેમ વહે છે છતાં મોરબી ની ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા આં ભાજપ ના કાર્યલય પાસે ની આં ગટર સાફ નથી કરતા સા માટે સાફ નથી કરતા એ સમજાતું નથી જ્યાં મંત્રી સાંસદ સભ્ય માજી ધારાસભ્ય પાલિકા પ્રમુખ ની અવરજવર હોવા છતાં તેઓને આ ગંદકી દેખાઈ છે કેનહી તેવા પણ સવાલ કોંગી અગ્રણીએ કર્યા છે

