મિનિસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગે આઈટી નિયમ 2021 અંતર્ગત ઈમર્જન્સી પાવરનો ઉપયોગ કરીને 22 યુ-ટ્યૂબ ચેનલ, ત્રણ ટ્વિટર એકાઉન્ટ, એક ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઈટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. બ્લોક કરવામાં આવેલી યુટ્યુબ ચેનલ્સ પાસે કુલ 260 કરોડ વ્યૂઅરશિપ હતી.

આ એકાઉન્ટ્સ અને ચેનલ્સનો ઉપયોગ ખૂબ સંવેદનશીલ અને ભારતની સુરક્ષા, વિદેશનીતિ અને પબ્લિક ઓર્ડર સાથે જોડાયેલા ફેક ન્યૂઝ અને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવા માટે કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.

આઈટી રૂલ્સ 2021ના આધાર પર આવું પહેલીવાર થયું છે, જ્યારે ભારતીય યુ-ટ્યૂબ ચેનલ્સ પર પગલાં લેવામાં આવ્યાં છે. નોંધનીય છે કે સરકારે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આઈટી રૂલ્સ 2021ના રોજ નોટિફિકેશન જાહેર કર્યું હતું. લેટેસ્ટ બ્લોકિંગ ઓર્ડર અંતર્ગત 18 ભારતીય અને 4 પાકિસ્તાની યુ-ટ્યૂબ ચેનલ્સ બ્લોક કરવામાં આવી છે. આ યુ-ટ્યૂબ ચેનલ્સનો ઉપયોગ ફેક ન્યૂઝ ફેલાવવા માટે કરવામાં આવતો હતો. ખાસ કરીને ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર જેવા મુદ્દા પર નકલી પોસ્ટ આ ચેનલ પર કરવામાં આવતી હતી.
I&B Ministry blocks 22 YouTube channels for spreading disinformation related to India's national security, foreign relations
— ANI Digital (@ani_digital) April 5, 2022
Read @ANI Story | https://t.co/MFm5Z0ESU7#NationalSecurity #ForeignRelations #SocialMedia #AccountsBlocked pic.twitter.com/BAHrPt8FzK
ARP News, AOP News, LDC News, Sarkari Babu, SS ZONE Hindi, Smart News, News23 Hindi, Online Khabar, DP news, PKB News, Kisan Tak, Borana News, Sarkari News Update, Bharat Mausam, RJ ZONE 6, Exam Report, Digi Gurukul, દિન ભર કી ખબરે… તો બીજી તરફ પાકિસ્તાની ચેનલ Duniya Mery Aagy, Ghulam Nabi Madni, HAQEEQAT TV, HAQEEQAT TV 2.0 તથા Dunya Mere Aagy વેબસાઈટ તથા તેના ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટ ઉપર પ્રતિબંધ લગાવાયો છે.

