HomeGujaratકચ્છથી માળીયા તરફ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો,120 બોટલ...

કચ્છથી માળીયા તરફ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો,120 બોટલ દારૂ જપ્ત

માળીયા(મી) પોલીસ મથકના પીએસઆઈ બી ડી જાડેજા અને તેમની ટીમ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમિયાન બાતમી મળી હતી જેમાં શંકાસ્પદ સફેદ કલરની ઈનોવા કાર કચ્છથી માળીયા તરફ આવતી હોવાનું અને તેમાં ગેરકાયદે ચીજ વસ્તુઓની હેરાફેરી થઇ રહી છે. બાતમીના આધારે પોલીસે હોનેસ્ટ હોટેલ નજીક વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ કાર રોકી હતી જેની તલાસી લેતા ગેરકાયદે વિદેશી દારૂ મળી આવ્યો હતો જે બાદ આરોપી મયુરસિંહ ભરતસિંહ રાઠોડ (રહે. સુખપર તા.હળવદ) વાળાને દબોચી લીધો હતો. જેની પાસેથી ભારતીય બનાવટની 120 બોટલો કિંમત રૂ.60000, બિયર ટીન નંગ 672 કિંમત રૂ.67200, મોબાઇલ ફોન નંગ 1 કિંમત રૂ. 20,000, તથા ઈનોવા કાર કિંમત રૂ.300000 સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW