વિધાનસભા સત્ર પૂર્ણ થતા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં અનેક સરકારલક્ષી યોજનાની રૂપરેખા આપવામાં આવી હતી. આ ઉપરાંત જ્યારે એમને ખેડૂતોના ખાતર મુદ્દે પ્રશ્નો કરાયા ત્યારે તેમણે કહ્યું કે, ખાતરનો મુદ્દો રાજ્ય સરકારનો નહીં પણ કેન્દ્ર સરકારના વિભાગનો રહ્યો છે. કેન્દ્ર સરકારે જ્યારે પણ ભાવ વધારો કર્યો ત્યારે સબસિડી પણ આપી છે. ભાવ કરતા વધારે સબસિડીની રકમ કેન્દ્ર સરકારે ભોગવી છે. યુક્રેન રશિયા વચ્ચેના યુદ્ધને કારણે જે સ્થિતિ ઊભી થઈ છે. એના કારણે પેટ્રોલના ભાવ વધ્યા છે.
એવી જ રીતે ખાતરના ભાવ પણ વધ્યા છે. આવનારા દિવસોમાં એને કંટ્રોલ કરીને એને રાહત આપવામાં આવશે. ઓછા અને વ્યાજબી ભાવે ખાતર મળશે એવા પ્રયત્નો છે. રખડતા ઢોરને લઈને તેમણે કહ્યું કે, કેટલાક રખડતા ઢોર છે. એ ઢોરને કારણે અકસ્માત થતા હતા. જેના કારણે કેટલાક યુવાનોએ જીવ ગુમાવ્યો છે. કેટલાય સિનિયર સિટીઝનને અડફેટે પણ લીધા છે. જેના કારણે એના મોત નીપજ્યા છે. રોડ લોકોને ચાલવા માટે હોય છે. રખડતા ઢોર, બહાર ફરે છે ત્યારે પ્લાસ્ટિકની કોથળીઓ એના પેટમાં જાય છે. એના કારણે 112 જેટલા આ છેલ્લા સર્વેમાં 112 જેટલા ગાયના મોત નીપજ્યા છે. જે પ્લાસ્ટિક ખાવાના લીધે થયા છે.

નારીશક્તિના સન્માન માટે, સશક્તિકરણ કરવા માટે આ વર્ષના બજેટમાં 42 ટકાનો વધારો થયો છે. પ્રથમ બજેટ જેન્ડર હેઠળ 891માંથી 178 યોજનાઓ માત્ર મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત કરવામાં આવી છે. 1000 દિવસની સંભાળ રહે એ માટે કોઈ પણ સ્ત્રી સગર્ભા બને એ દિવસથી એને રાશન, દાળ અને તેલ ફ્રીમાં આપવામં આવે છે. એ બાળકને જન્મ આપે અને બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીના કુલ 1000 દિવસ સુધી આ યોજના અમલમાં રહેશે. જેના કારણએ સ્ત્રી પણ સ્વસ્થ રહે. બાળક પણ સ્વસ્થ રહેશે.
જેથી આવનારી પઢી પણ મજબુત બની રહેશે.ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળકને પોષણક્ષમ આહાર મળી રહે એ માટે 1000 દિવસ સુધી 1 કિલો દાળ 2 કિલો ચણા 1 લિટર તેલ આપવામાં આવશે. એ પણ ફ્રી. છ વર્ષનું બાળક જો કુપોષિત હોય તો એને રોજ પોષિત આહાર અને દૂધ આપવામાં માટે સરકાર દ્વારા 150 કરોડ રૂપિયા એના માટે ફાળવાયા છે. યુવાનોના વિકાસ માટે પણ શિક્ષણમાં ભગવત ગીતાનો સમાવેશ કરાયો છે. નવી શિક્ષણનીતિની દિશામાં રોડમેપ અને સ્ટાર્ટ અને ઈનોવેશનને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર આર્થિક સહાય આપે છે. ધો.10 પછી ડિપ્લોમાં અને ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી શિષ્યવૃતિની યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. રાજ્યના અનેક પરિવારોને યુવાનોને આ યોજનાનો લાભ મળશે. રાજ્યની યુનિવર્સિટીને વૈશ્વિક કક્ષાની બનાવવા માટે આગામી ચાર વર્ષનો રોડમેપ તૈયાર કરાયો છે. એર એમ્બ્યુલન્સ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બની રહ્યું છે. કોરોનાની બીજી વેવમાં પણ ગુજરાત સારવાર હેતું અગ્રેસર રહ્યું છે.

આ સિવાય સ્કૂલ ઓફ એક્સિલેન્સ પ્રોજેક્ટને સરકાર આગળ વધારશે. સર્વાંગી વિકાસ માટેની અનેક યોજના આ બજેટમાં આવરી લેવામાં આવી છે. લૉ એન્ડ ઓર્ડરની સ્થિતિ ખૂબ સારી થઈ રહી છે. બાકીના રાજ્યના કરતા ગુજરાતની સ્થિતિ સારી છે. જેનાથી પ્રેરાઈને અનેક ઉદ્યોગકારો અહીં આવવા તત્પર છે. સિંગલ વિન્ડો સિસ્ટમથી મદદ કરવા પ્રયત્નો થઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘણા સારા પ્રયત્નો કરીને અનેક વિધ યોજનાથી લોકોના હિતમાં 200 દિવસનો ઉપયોગ કરીને ઘણા કામ કર્યા છે. એવા ઘણા મુદ્દા છે. જેની લેખિત કોપી અપાઈ ચૂકી છે.

