HomeGujaratદિલ્હી, પંજાબ તો થઈ ગયા, હવે અમારું ગુજરાતઃ કેજરીવાલ, માનનું અમદાવાદમાં શક્તિપ્રદર્શન

દિલ્હી, પંજાબ તો થઈ ગયા, હવે અમારું ગુજરાતઃ કેજરીવાલ, માનનું અમદાવાદમાં શક્તિપ્રદર્શન

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રોડ-શો અને તિરંગાયાત્રા કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેમાં પંજાબના મુખ્યમંત્રી માને કહ્યું હતું કે, અમે ખોડિયાર માતાના આશિર્વાદ લીધા છે. અમે લડાઈ લડીએ છીએ તેમાં મા શક્તિ આપે. દિલ્હી અને પંજાબ તો થઈ ગયા હવે અમારું ગુજરાત.

રોડ શોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેમ છો? મજામા કહીને ભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું, નાની છોકરીની હાથમાં તિરંગો જોઈને દિલ ખુશ થઈ ગયું. મારે ભ્રષ્ટાચાર પૂરો કરવો છે. દિલ્લીમાં ભ્રષ્ટાચાર ખતમ કર્યો. દિલ્લીમાં પૈસા વગર કામ થાય છે. પંજાબમાં 10 દિવસમાં ભ્રષ્ટાચાર પૂરો કર્યો. મારે રાજનીતિ નથી કરવી. ગુજરાતમાં પૈસા માગે છે? પૂછતા જ લોકોએ હામાં જવા આપ્યો. આ બાદ કેજરીવાલે કહ્યું, 25 વર્ષથી ભાજપ છે છતાં ભ્રષ્ટાચાર દૂર નથી થયો. હું કોઈ પાર્ટીની બુરાઈ નથી કરતો. હું ભાજપ કે કોંગ્રેસને હરાવવા નહીં પરંતુ ગુજરાત અને ગુજરાતીઓને જીતાડવા આવ્યો છું. એક મોકો આમ આદમી પાર્ટીને આપો. 25 વર્ષ આ લોકોએ રાજ કર્યું. એક મોકો અમને આપો. પાંચ વર્ષ તમને ના ગમે તો બદલી દેજો.

રોડ શો નિકોલ ઉત્તમનગર ખોડિયાર મંદિરથી બાપુનગરબ્રિજ ડાયમંડ ચાર રસ્તા સુધી યોજાશે. બંને નેતાની તિરંગાયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાગ લેવા પહોંચ્યા છે. નિકોલથી ઠક્કરબાપાનગર બ્રિજ સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. રોડ શોને પગલે રૂટ પર તેમજ બંને નેતાનાં વાહન સાથે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઘણા બધા લોકો રોડ શો જોવા ધાબા-છાપરાં પર ચડી ગયા હતા, જ્યારે સંતરામપુરથી કેટલાક કાર્યકરો વાજિંત્રો સાથે આવી પહોંચ્યા હતા.

આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના રોડ-શોના રૂટને રોડ શો શરૂ થવાના બે કલાક પહેલાં ટૂંકાવી દેતાં અનેક સવાલો ઊભા થયા છે. આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે બન્ને નેતાના રોડ શોને ટૂંકાવી દેવામાં આવ્યો છે અને હવે નિકોલ ઉત્તમનગર પાસે આવેલા ખોડિયાર મંદિરથી રોડ શો શરૂ થશે. આ પહેલાં રોડ શો નિકોલ ગામના ખોડિયાર મંદિરથી શરૂ કરીને ઠક્કરબાપાનગર બ્રિજના છેડા સુધી હતો. રોડ-શોના રૂટને ટૂંકાવવા અંગેનું કોઈ કારણ હજી સુધી સ્પષ્ટ જણાવવામાં આવ્યું નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW