મહાનગર અમદાવાદ શહેરમાં ગયા મહિને ખોખરા વિસ્તારમાં રાયપુર ભજીયા હાઉસમાં આગની ઘટના બની હતી. ગેસનો બાટલો ફાટતા આગ ભભૂકી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાને એક મહિનો થયા બાદ ફરી આ જ જગ્યા પર ઈમારતનું કામ બિલ્ડરે આરંભી દીધું છે. પણ એ જ સમયે અમદાવાદ કોર્પોરેનની ટીમ બુલડોઝર સાથે આવી પહોંચતા મામલો ગરમાયો હતો. સ્થાનિકોએ સત્તાધિશો સાથે માથાકુટ કરી હતી.
શુક્રવારે બનેલી આ ઘટનામાં અમદાવાદ કોર્પોરેશને કોઈ પ્રકારની નોટીસ આપી નથી. કોઈ નોટીસ વગર જ ટીમ પહોંચી જતા સ્થાનિકઓ રોષે ભરાયા હતા. આ મામલે દુકાનના માલિકો, ખોખરા વિસ્તારનાં કોર્પોરેટર જેપી પરમાર અને સ્થાનિકો સાથે AMCનાં કર્મચારીઓ સાથે ઉગ્રા ભાષામાં બોલાચાલી કરી નાંખી હતી. જેના કારણે પછી બબાલ વધી હતી. જે બાદ સ્થાનિકો સાથે માથાકુટ વધતા AMCની ટીમ સ્થળ પરથી રવાના થઈ ગઈ.

અમદાવાદ કોર્પોરેશન દબાણ અંતર્ગત આવતી ઈમારતો પર બુલડોઝર ફેરવી દે છે. જેના કારણે પછી આસપાસના સ્થાનિકોને ભોગવાનો વારો આવે છે. પણ આ કેસમાં કોર્પોરેશને કોઈ પ્રકારની નોટીસ આપ્યા વગર કાર્યવાહી કરવા માટે પહોંચી જતા મામલો ગરમાયો હતો. અમદાવાદ શહેરના ખોખરા સર્કલ પાસે ભજીયાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. રાયપુર ભજીયા હાઉસ નામની દુકાનમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ આગ એટલી ઝડપી પ્રસરી રહી હતી કે, આજુબાજુની દુકાનો સહિત દુકોનાની ઉપર લાગેલા હોર્ડિંગ્સ પણ બળીને ખાખ થઇ ગયા હતા.
આ ઘટનાની જાણકારી ફાયરબ્રિગેડને કોલથી મળતાં 4 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગ ઠારવા માટે પાણીનો મારો ચલાવાયો હતો. દુકાનમાં ભયાનક બ્લાસ્ટ થવાને કારણે દુકાનમાં આગ લાગી હતી. આ ઘટના અંગે જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આગ લાગ્યા બાદ આજુબાજુમાં આવેલી 4 થી 5 દુકાનો પણ આગની લપેટમાં આવી હતી.

