ગુજરાત રાજ્યમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની લેવામાં આવી રહી છે. પરીક્ષાના ટેન્શનને લીધે આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે. સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટમાં ધો.10ની વિદ્યાર્થિનીએ બાથરૂમમાં જઈને પોતાના પર પેટ્રોલ છાંટીને જાતને જલાવી દીધી છે. આ ઘટનાને કારણે સમગ્ર રાજકોટમાં ચકચાર મચી ગઈ છે. નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું છે.
ધો. 10માં અભ્યાસ કરતી અને રેગ્યુલર વિદ્યાર્થિની તરીકે પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થિનીએ ગુરૂવારે સાંજે બાથરૂમમાં જઈને પોતાના પર પેટ્રોલ છાંટી દીધું હતું. આમ અગ્નિસ્નાન કરી લેતા એને સારવાર હેતું તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પણ મોડી રાત્રે દોઢ વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલમાં એમનું મૃત્યું થયું છે. યુવતીએ ડિપ્રેશનમાં આવી જઈને પોતાની જાત જલાવી હતી. આમ તેણે પોતાની જીવાદોરી ટૂંકાવી દીધી હતી. આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ શહેરની કડવીબાઈ વિદ્યાલયમાં પરીક્ષા આપવા માટે એનો નંબર આવ્યો હતો. વિદ્યાર્થિનીના પિતા ડ્રાઈવિંગ કરીને ગુજરાન ચલાવે છે.

હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે પંચનામાની કામગીરી પૂરી કરી લીધી છે. આ સાથે યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરાવી દીધું છે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ દેહ પરિવારને સોંપાયો હતો. પછી યુવતીની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ વખતે રાજ્યમાં બોર્ડની પરીક્ષા દરમિયાન કુલ ત્રણ એવા કેસ બન્યા જેમાં વિદ્યાર્થીઓને જીવ ગયા છે. જેની શરૂઆત અમદાવાદથી થઈ હતી. જ્યાં એક વિદ્યાર્થીની ચાલું પરીક્ષાએ તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં એની ટૂંકી સારવાર બાદ મૃત્યું થુયું હતું. હકીકતમાં એમને હાર્ટએટેક આવ્યો હતો.
આ પછી નવસારી જિલ્લામાંથી એક વિદ્યાર્થીનું મૃત્યું થયાનો મામલો સામે આવ્યો હતો. વસારી શહેરના આશાનગર વિસ્તારમાં રહેતો ઉત્સવ શાહ કરિયરની પરીક્ષા આપે એ પહેલા જ જીંદગીની પરીક્ષામાં નાપાસ થઈ ગયો છે. અગ્રવાલ કોલેજમાં એનું આંકડાશાસ્ત્રનું પેપર હતું. આ કસોટી પાસ કરે એ પહેલા જ એના જીવનનો અંત આવી ગયો. અચાનક હાર્ટ એટેકના કારણે વિદ્યાર્થીનું અવસાન થયું છે.

