HomeGujaratCentral Gujaratડરઃ ગુજરાતમાં કેજરીવાલ પર ભાજપના અસામાજિક તત્ત્વો હુમલો કરે એવી શક્યતા  

ડરઃ ગુજરાતમાં કેજરીવાલ પર ભાજપના અસામાજિક તત્ત્વો હુમલો કરે એવી શક્યતા  

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. એમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતની મુલાકાત લેવાના છે. તા.2 અને 3 એપ્રિલના રોજ કેજરીવાલ ગુજરાતની મુલાકાત લેવાના છે. આ દિવસોમાં તેઓ અમદાવાદ પૂર્વમાં એક રોડ શૉ કરવાના છે. તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના દિલ્હીના નિવાસસ્થાન પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. જેને ધ્યાને લઈ ગુજરાતમાં પણ એમના પર હુમલો ન થાય એ ધ્યાને રાખીને રોડ શૉ હેતું સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવા માટે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને જાણ કરશે.

ગાંધી આશ્રમ જશે
બીજી બાજુ ભાજપને એવો ડર છે કે, કેજરીવાલ પર કોઈ હુમલો થશે તો નામોશી ભાજપની થશે. આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલ અને ભગવંતસિંહ માન બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન કોઈ પણ સ્થળે ભાજપના ગુંડા તરફથી એમના પર હુમલો થવાનું કાવતરૂ છે. સોશિયલ મીડિયામાં આ પ્રકારના મેસેજ ફરી રહ્યા છે. જેથી આ બંને નેતાઓની પૂરતી સુરક્ષાનો ખ્યાલ રાખવામાં આવે. તકેદારીના પગલાં લેવામાં આવે. ભાજપના આવા અસામાજિક તત્ત્વોને નજરકેદ કરવા આમ આદમી પાર્ટીએ માંગ કરી છે. ગુજરાતના ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવે પોલીસ કમિશનરને આ માટે એક લેખિત રજૂઆત કરી સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવાની વાત કરી છે. તા.2 એપ્રિલના રોજ કેજરીવાલ અને ભગવંતસિંહ માન અમદાવાદ આવશે. પછી તેઓ ગાંધી આશ્રમ જશે. જ્યાં ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરશે. એ પછી સાંજે 4 વાગ્યે તેઓ નિકોલ ખાતે રોડ શૉ કરશે. નિકોલના ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગર બ્રીજ સરદાર મોકલ સુધી દોઢ કિમીનો રોડ શૉ યોજાશે.

અંદાજે 50000 લોકો આ કાર્યક્રમમાં હાજરી આપશે
આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ સહિત અંદાજે 50000 લોકો આ કાર્યક્રમમાં હાજરી આપશે. બીજા દિવસે તા.3 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા માટે જશે. ત્યાર બાદ તેઓ રાજકીય, સામાજિક આગેવાનો અને પાર્ટીના આગેવાનો સાથે આવનારી ચૂંટણીને લઈને બેઠક યોજી શકે છે. સાંજે 6 વાગ્યે તેઓ દિલ્હી જવા રવાના થશે. એમના આગમન પૂર્વે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પોલીસની મંજૂરી મળી ગયા બાદ રોજ શૉની તૈયારીઓ વધારી દેવાઈ છે.

પહેલા બાપુનગર પોલીસ સ્ટેશનથી નિકોલ ખોડીયાર મંદિર સુધીના રોડ શો કરવાની તૈયારી હતી. પણ બપોરના સમય અને તડકાને ધ્યાને રાખીને રૂટ બદલી દેવામાં આવ્યો. આ ઉપરાંત રસ્તો પણ ટૂંકાવી દેવામાં આવ્યો છે. આમ અમદાવાદમાં આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન થવાનું છે. જેમાં ભાજપ અને કોંગ્રેસની ખાસ નજર રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW