રાજ્યભરમાં આગામી ચોમાસા દરમિયન વરસાદી પાણીનો સંગ્રહ થયા અને તેનો ઉપયોગ ખેડૂતો પોતાના પાકમાં સિંચાઈનો લાભ લઇ શકે તે માટે સુઝલામ સુફલામ યોજના ચલાવી રહી છે અને મોરબી જીલ્લામાં તેની કામગીરી પણ શરુ કરવામાં આવી ચુકી છે ત્યારે ટંકારા તાલુકાના ખેડૂત રમેશભાઈ ગેડિયાએ ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયતને લેખિત રજૂઆત કરી અનુસુચિત જાતિના ખેતર નજીક આવેલ તળાવ ઊંડું કરવા માગણી કરી છે. અને તેમાંથી નીકળતી માટી પણ આસપાસના 15થી 20 જેટલા અનુસૂચિત જાતિના ખેડૂતોના ખેતરમાં આપવા માગણી કરી છે.આ માટીથી ખેતરની ફળદ્રુપતામાં વધારો થતો હોય છે જેના કારણે ખેડૂતને પાક ઉત્પાદન સારી ગુણવતા વાળું થવાની સંભાવના વધી જાય છે.જેથી તેઓની માગણી પર ગ્રામ પંચાયત અને ટીડીઓ દ્વારા હકારાત્મક વલણ દાખવી વહેલી તકે તળાવ ઊંડા ઉતારવાની કામગીરી હાથ ધરવા જણાવ્યું છે

