નવું નાણાકીય વર્ષ તા.1 એપ્રિલથી શરૂ થાય છે. નવા નાણાકીય વર્ષના પહેલા જ દિવસે મોંઘવારીનો મોટો ફટકો લાગ્યો છે. કોમર્શિયલ ગેસના સિલિન્ડરની કિંમતમાં રૂ.50નો વધારો કરવામાં આવ્યો છે. એક સાથે સીધા રૂ.250 સુધી ભાવ પહોંચતા મધ્યમવર્ગની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. બીજી બાજું અમદાવાદમાં અદાણી જુથ તરફથી CNG ગેસની કિંમતમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ ડીઝલની સાથે CNG ગેસના ભાવમાં વધારો થતા ખરા અર્થમાં હવે પરિવહન મોંઘું બની રહ્યું છે.
જોકે, શુક્રવારે પેટ્રોલ ડીઝલની કિંમત સ્થિર રહી હતી. અમદાવાદમાં અદામી ગેસ તરફથી ગેસની કિંમતમાં એક સાથે રૂ.5નો વધારો કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં CNG ગેસનો ભાવ રૂ.79.59 થઈ ગયો છે. જ્યારે જૂનો ભાવ રૂ.74.59 કિલો હતો. શુક્રવારે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ તરફથી જાહેર કરાયેલા નવા દર અનુસાર LPG સિલિન્ડરની કિંમતમાં રૂ.250 નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો હોટેલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા કોમર્શિયલ ગેસના સિલિન્ડર પર કર્યો છે. એટલે આવનારા દિવસોમાં હોટેલનું જમવાનું મોંઘુ બને એ વાત હવે નક્કી છે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ તાજેતરમાં જ લગભગ 10 દિવસ પહેલા ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે આ કંપનીઓએ તા.22 માર્ચે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ઘટાડી હતી. એપ્રિલના પ્રથમ દિવસે જ ગ્રાહકોને મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. આજે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં 19 કિલોનો LPG સિલિન્ડર હવે 2253 રૂપિયાનો થઈ ગયો છે. જોકે ઘરેલુ એલપીજીની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 10 દિવસ પહેલા તેમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
કોમર્શિયલ સિલિન્ડરની કિંમતને કારણે હવે બહારનું ખાવાનું મોંઘું થવાની ધારણા છે. મળતી માહિતી મુજબ, માત્ર 10 દિવસ પહેલા જ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે 22 માર્ચે કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો હતો. બિન-સબસિડીવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો થયો છે. નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે પણ, ઘરેલુ એલપીજી સિલિન્ડર દિલ્હીમાં 949.50 રૂપિયા, કોલકાતામાં 976 રૂપિયા, મુંબઈમાં 949.50 રૂપિયા અને ચેન્નાઈમાં 965.50 રૂપિયામાં રિફિલ કરવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં 1લી માર્ચે 2012માં 19 કિલોનું એલપીજી સિલિન્ડર રિફિલ કરવામાં આવતું હતું, તે 22મી માર્ચે ઘટીને 2003 રૂપિયા થઈ ગયું હતું. પરંતુ આજથી દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર રિફિલ કરવા માટે 2253 રૂપિયા ખર્ચવા પડશે.

