HomeGujaratક્રિકેટર ચેતેશ્વર પૂજારાના ગુરુ અને ગોંડલ રામજી મંદિરના મહંતનું નિધન

ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના ગુરુ અને ગોંડલ રામજી મંદિરના મહંતનું નિધન

ક્રિકેટર ચેતેશ્વર પુજારાના ગુરૂ અને ગોંડલ રામજી મંદિરના મહંત હરિચરણદાસ બાપુ સોમવારે વહેલી સવારે શ્રીજી ચરણ પામ્યા છે. પૂજ્ય હરિચરણદાસજી મહારાજનો જન્મ બિહારનાં ચંપારણ્ય જિલ્લામાં પંડિત આનંદ મિશ્રને તથા માતા ચંતિકાને ત્યાં થયો હતો, જન્મ સમયે તેમને કરિશ્ચંદ્ર મિશ્ર નામ અપાયું હતું. અને આગળ જતાં તેઓ હરિચરણદાસજી નામથી ઓળખાયા. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા,પોરબંદર લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર રમેશ ધડુક સહિતના રાજકીય આગેવાનો જન્મદિવસ, એનિવર્સરી અને ગુરૂપૂર્ણિમાએ એવશ્ય ગુરૂના આશીર્વાદ લેવા પધારતા હતા.

ઉંમર 2 વર્ષની હતી ત્યારે તેમના માતાનું અવસાન થયું હતું. આ સમયે તેમનું લાલન-પાલન તેમના પિતામહ દામોદર મિશ્રએ કર્યું હતું. ભક્તિના બીજ વવાતા ગયા. પૂર્વસંસ્કાર અનુસાર બાલ્યાવસ્થાથી જ સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ પણ વિકસતો ગયો. અનેક સંધર્ષોનો સામનો કરતાં કરતાં અભ્યાસ પણ વધતો પણ વધતું ગયો. આમ એક પછી એક કરતાં 1949ની સાલમાં કાશી પહોંચી ત્યાં અધ્યયન કાર્યમાં જોડાયા. શાસ્ત્રનો અભ્યાસ વધતો ચાલ્યો. હરિચરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં ચાલતી સંસ્થાઓમાંની શ્રી સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં અલગ-અલગ વિભાગો માનવજાતિની સેવા માટે કાર્યરત છે. જેમાં દર્દીઓને અનેકવિધ સુવિધાઓ આપવામાં આવી રહી છે, બાળકોના વિભાગમાં કોઇ ચાર્જ લેવાતો નથી, હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી તથા તેના સગા વ્હાલાઓ બંને ટાઈમ નિઃશુલ્ક ભોજન પ્રસાદ વ્યવસ્થા, જરૂરીયાત મંદ દર્દીઓ માટે રાહતની વિશેષ જોગવાઇ છે. આ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં 15 લાખથી વધારે ઓ.પી.ડી એક લાખથી વધુ દાખલ દર્દીઓ અને નવ લાખથી વધુ લોકો નિશુલ્ક ભોજન-પ્રસાદની સેવા લઈ ચૂક્યા છે. પણ અનેક લોકોના ગુરૂએ અંતિમ શ્વાસ લેતા ભાવિકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW