HomeGujaratCentral Gujaratપોલીસ સામે ફરિયાદ હોય એવા કેસમાં જ કેમ પોલીસ સ્ટેશનના CCTV બંઘ?-કોર્ટ

પોલીસ સામે ફરિયાદ હોય એવા કેસમાં જ કેમ પોલીસ સ્ટેશનના CCTV બંઘ?-કોર્ટ

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કરેલા સવાલને લઈને પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઊભા થાય છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે સવાલ કર્યો છે કે, પોલીસ સામેની ફરિયાદ હોય એવો કેસ આવે ત્યારે જ પોલીસ સ્ટેશનના કેમેરા કેમ બંધ હોય છે? રાજ્યના પોલીસ સ્ટેશનમાં કેમેરા મામલે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટ સામે મહત્ત્વની વિગત મૂકી છે. સોગંદનામું કરી રાજ્ય સરકારે 619માંથી 45 પોલીસ સ્ટેશનમાં કેમેરાના ફૂટેજ કાર્યરત ન હોવાની કબૂલાત કરી છે.

જ્યારે 7288 કેમેરા કાર્યરત હોવાની વાત કરી છે. અમદાવાદ એસ.જી.હાઈવે પર બે મહિલાઓને ટ્રાફિક પોલીસે માર મારતા કન્ટેમ્પ્ટની અરજી થઈ હતી. જે અંગે જોઇન્ટ પોલીસ કમિશનરના રીપોર્ટમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કેમેરા બંધ હોવાનો ઉલ્લેખ થયો હતો. એ પછી ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્યનાપોલીસ સ્ટેશનમાં કેમેરાની સ્થિતિ અંગે વિગત રજૂ કરવા માટે આદેશ આપ્યા હતા. જે બાદ રાજ્ય સરકારે પોલીસ સ્ટેશનમાં કેમેરાની વિગતો રજૂ કરી છે. 45 કેમેરા ટેકનિકલ કારણોસર અથવા તો રિનોવેશનના કારણે બંધ હાલતમાં છે. પોલીસ સ્ટેશન PSIના તાબામાં હોય ત્યાં 9થી 10 સીસીટીવી કેમેરા, જે પોલીસ સ્ટેશન PIના તાબામાં હોય ત્યાં 15 સીસીટીવી કેમેરાનું સેટઅપ કરી દેવામાં આવ્યું છે. આ અંગે ડેઇલી રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે. ઉપરાંત 30 દિવસ સુધી સીસીટીવી રેકોર્ડિંગને સાચવી રાખવું એ પ્રકારની જોગવાઈ છે. પણ જ્યાં કેમેરા જ બંધ હોય ત્યાં ફૂટેજનો કોઈ પ્રશ્ન ખરા? આ કેસમાં હાઈકોર્ટે ઘટના સંબંધીત ફૂટેજ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો.

જેને લઈને જોઈન્ટ પોલીસ કમિશનર તરફથી પણ રીપોર્ટ કરાયો હતો. જેમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં લાગેલા કેમેરા બંધ રહ્યા હતા. આ રીપોર્ટને લઈને ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી છે. રાજ્ય સરકારને પીડિત મહિલાને યોગ્ય વળતર આપવા માટે પણ કહ્યું છે. એ પણ કોઈ સરકારી તિજોરીમાંથી નહીં પણ જવાબદાર પોલીસ કર્મી કે અધિકારીના ખિસ્સામાંથી.જોકે, એ પછી વકીલે વળતર મામલે અલગથી અરજી કરી હોવાની વિગત સામે આવી છે. બીજી બાજું પોલીસ સ્ટેશનમાંથી જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા છે. 2 મહિલા અરજદારોને ત્રણ પુરૂષ ટ્રાફિક પોલીસકર્મીઓએ માર માર્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં પોલીસની કામગીરીને પડકારતાં બે મહિલાઓએ કાયદેસરની અરજી કરી હતી. આ મામલે ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે ગંભીર નોંધ લઇ પોલીસની કામગીરી સામે ભારે નારાજગી પણ વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, આ મામલે પોલીસ વિભાગે ગંભીર બની કાર્યવાહી કરવાની જરૂર છે. આ ઘટના બની એ દિવસના 100 મીટરની આસપાસના સરકારી તથા ખાનગી સીસીટીવી ફૂટેજ મેળવીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે તેવો આદેશ કર્યો હતો. જો તેઓ ન કરી શકે તો અન્ય મારફતે આ સીસીટીવી ફૂટેજ મેળવવા માટે આદેશ કરાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW