HomeGujaratCentral Gujaratસાબરમતી રીવરફ્રન્ટથી ફરીથી ઉડાન ભરશે સી પ્લેન, જાણો કેટલી રહેશે ટિકિટ

સાબરમતી રીવરફ્રન્ટથી ફરીથી ઉડાન ભરશે સી પ્લેન, જાણો કેટલી રહેશે ટિકિટ

તા. 31 ઑક્ટોબર 2020થી અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી શરૂ થયેલી સી પ્લેન સર્વિસ ફરીથી શરૂ થવા માટે જઈ રહી છે. તા.10 એપ્રિલ 2021 સુધી આ સર્વિસ ચાલું રહી હતી. પછી આ સેવા બંધ થઈ ગઈ હતી. હવે ફરીથી આ પ્લેન સર્વિસ શરૂ થઈ રહી છે. 80 દિવસ સુધી સી પ્લેન સર્વિસની તમામ વ્યવસ્થા તથા જવાબદારી કેન્દ્ર સરકારે સંભાળી હતી. આમાં રાજ્ય સરકારની કોઈ પ્રકારની ભૂમિકા ન હતી. હવે ગુજરાત સરકારે આ સી પ્લેન સર્વિસ ફરીથી શરૂ કરવા માટે નિર્ણય કર્યો છે.

આ સર્વિસ ફરીથી નવેસરથી શરૂ થવાની છે. ગત ડિસેમ્બર મહિનામં સી પ્લેન સુવિધા શરૂ કરવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ત્રણ ખાનગી કંપનીએ ટેન્ડર ભર્યું છે. જેમાં ઓછા ભાવ ભરનારી કંપનીને સી પ્લેનનું સંચાલન કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કંપની ત્રણ વર્ષ સુધી સેવા આપશે. આ કંપની સી પ્લેનના દરરોજના બે ફેરા સાબરમતી રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી કરશે. સિંગલ એન્જીન વાળું આ સી પ્લેન 9 સીટરનું રહેશે. જે છ દિવસ સુધી સર્વિસમાં રહેશે. ગુજરાત સરકારની કંપની ગુજસેલ તરફથી આ અંગે ટિકિટનો દર નક્કી કરવામાં આવ્યો છે. પ્રવાસી દીઠ ટિકિટનો દર રૂ. 4999 રહેશે. સ્ટાફ સહિત અન્ય જવાબદારી અને મેન્ટેનન્સ ખાનગી કંપની કરશે. આ માટેની ટિકિટની તમામ પ્રકારની આવક ગુજસેલ કંપનીને આપવાની રહેશે. આ સી પ્લેન ચલાવવા માટેનો કુલ ખર્ચ રૂ.1.62 કરોડનો રહેશે. કુલ મળીને 80 કલાકનું કુલ ઑપરેશન રહેશે. દરરોજની ચાર ફ્લાઈટનું ઑપરેશન કરવા માટેનું નક્કી થયું છે. જે કુલ 100 કલાકની ઉડાન રહેશે.

આ ફ્લાઈટ થકી રૂ.46 લાખની આવક થશે એવી આશા રાખવામાં આવી છે. વાયએબિલિટી ફંડિગ એમાઉન્ટ પ્રતિ મહિના રૂ.82.80 લાખની રહેશે. એટલે સી પ્લેનનો કોન્ટ્રાક્ટ લેનારી કંપનીને સરકારને ઓછામાં ઓછી આટલી રકમ આપવાની રહેશે. એક ખાનગી કંપનીએ આ સી પ્લેન વિદેશથી મંગાવ્યું છે. આ માટે કેન્દ્ર સરકારની જરૂરી એવી મંજૂરી લેવા માટેની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. તેથી જૂન મહિનાથી આ સી પ્લેન સર્વિસ શરૂ થાય એવા એંધાણ છે. હાલ તો આ પ્રોજેક્ટ ફરીથી શરૂ થાય એ નક્કી મનાય રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW