HomeGujaratજીલ્લામાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો,આરોગ્યની 620 ટીમે ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો

જીલ્લામાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો,આરોગ્યની 620 ટીમે ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો

મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે ખાસ કરીને શિયાળાની વિદાય બાદ ઉનાળાના આગમનને પગલે મીશ્ર ઋતુના કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે જેના કારણે વાહક જન્ય બીમારી થવાની સંભવાના વધતા મોરબી જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા બે21 માર્ચથી 1 એપ્રિલ તેમજ 18 એપ્રિલથી 30 એપ્રિલ એમ 2 રાઉન્ડમાં ડોર ટુ ડોર સેરવે કામગીરી હાથ ધરી છે.જેમાં આરોગ્ય વિભાગની 30 પીએચસી,5 અર્બન હેલ્થના કુલ સ્ટાફની 620 ટીમ સઘન ચેકિંગ કરી મચ્છરની ઉત્પતી થઈ શકે તેવા વીસ્તારમાં ફરી લોકોને ઘરની આસપાસ સફાઈ માટે તેમજ મચ્છર ઉત્પન્ન થઈ શકે તેવી સંભવિત સ્થળ પર દવા છાંટશે આ ઉપરંત જે ઘરમાં તાવ શરદી અથવા મેલેરિયા,ચિકનગુનિયા ડેન્ગ્યુના કેસ શોધી દર્દીને તાત્કલિક નજીક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે રીફર કરાશે.

મેલરિયા મચ્છર ગંદા પાણીમાં જયારે ડેન્ગ્યુંના મચ્છર સ્વચ્છ અને સ્થિર પાણીમાં થાય છે જેથી લોકોને ઘરની આસપાસ તેમજ પાણી સ્થિર પડ્યું રહતી હોય તેવી જગ્યાએ સફાઈ કરવા તેમજ ચકાસણી માટે આવતા હેલ્થ વર્કરને સહકાર આપવા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરા તેમજ મેલેરિયા અધિકારી ડો સીએલ વારેવડીયાએ જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW