HomeGujaratઅરવલ્લીના માલપુરના ડુંગર પર ભીષણઆગ, વનવિભાગ નિષ્ક્રિય

અરવલ્લીના માલપુરના ડુંગર પર ભીષણઆગ, વનવિભાગ નિષ્ક્રિય

જંગલમાં આગ લાગવાનો બનાવ આજકાલનો નથી. ઉનાળામાં પાંદડાઓ સુકાતા આગ ગણતરીની સેકન્ડમાં વિકારળ રૂપ લઈ લે છે. આવી એક ઘટના અરવલ્લી પર્વતમાળાના એક જંગલ વિસ્તારમાંથી સામે આવી છે. અરવલ્લીના માલપુરાના ડુંગરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં મોડાસાના ડુઘરવાડા પાસે આવેલા જંગલમાં આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ છે. ભીષણ આગને કારણે અનેક વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે. આગા ક્યા કારણોસર લાગી તેનું કારણ હજી સુધી અકબંધ રહ્યું છે. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ યુદ્ધના ધોરણે હરકતમાં આવી ગઈ હતી. આગ ઠારવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા.

માત્ર ફાયરની ટીમે જ નહીં પણ આસપાસ રહેલા ખેડૂતોએ પણ આગ ઠારવા માટેના પ્રયાસ કર્યા હતા. શુક્રવારે માલપુર પાસે આવેલા ડુંગર નજીકના જંગલમાં આગ ફાટી નીકળી હતી. જેના પગલે આસપાસના વિસ્તારમાં ફફાડાટ ફેલાઈ ગયો હતો. બીજી બાજું જંગલમાં સુકા લાકડા અને પાંદડા વધું હોવાને કારણે આગ દૂર દૂર સુધી પ્રસરી ગઈ હતી. સ્થાનિકો તથા ફાયરની ટીમે આગને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઊઠાવી હતી. જોકે, વન વિભાગના કર્મીઓ નિષ્ક્રિય રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે, આગ ક્યા કારણોસર લાગી છે એ હજુ સુધી જાણવા મળ્યું નથી. આ પહેલા વિજયનગરની સીમમાં આવેલા જોડાના જંગલમાં નર્સરીની પાછળ અચાનક આગ લાગી હતી. ભારે પવનને કારણે આગ વિજયનગરના ગદૈયા વિસ્તારના રહેણાંક વિસ્તાર સુધી આગ પહોંચી ગઈ હતી. બીજી બાજું વન વિભાગ અને સ્થાનિકોની મદદ મળવા છતાં આગ ઝડપથી કાબુમાં આવી ન હતી. અંતે ઈડર ફાયર વિભાગની ટીમની મદદ લેવામાં આવી હતી. જોકે, અરવલ્લીના ડુંગર પર આગ લાગવાને કારણે ભારે નાસભાગ મચી ગઈ હતતી.

આ આગને કારણે જંગલની વનસ્પતિને ભારે નુકસાન થયું હતું. જોકે, આગ લાગવા પાછળનું કોઈ સચોટ કારણ સામે આવ્યું નથી. આગને કારણે મોટું નુકસાન થયું હતું. જંગલ વિસ્તારમાં જ્યારે પણ આગ લાગે ત્યારે પહેલી જવાબદારી વન વિભાગની બને છે. પણ આ કેસમાં વન વિભાગે કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW