મોરબીથી લીંબડી જવા માંગતા અબ્બાસભાઈ દાઉદભાઈ જબ્બારનામની વ્યક્તિ બે દિવસ પહેલા જુના બસ સ્ટેન્ડ પહોચી હતી જોકે બસ જતી રહી હોવાથી જુના બસ સ્ટેશનથી ત્રાજપર જવા રીક્ષામાં જવા નીકળ્યા હતા.જોકે આ વ્યક્તિ રીક્ષામાં બેસાડી લોકોના પર્સ સેરવી જતી ગેંગના નિશાને ચઢી ગયા હતા અને બે મહિલા અને એક પુરુષે તેમની નજર ચૂકવી અબ્બાસ ભાઈમાં ખિસ્સામાંથી રૂ.1.09 લાખ જેટલી રકમ સેરવી લીધી હતી.જે અંગે અબ્બાસભાઈને જાણ થતાં તેઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ આધારે મોરબી જિલ્લા એસપી એસ.આર ઓડેદરાનાઓની સુચનાથી તપાસ હાથ ધરી હતી અને જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી સદર રીક્ષાને શોધવા તેમજ સીસીટીવી, નેત્રમ કેમેંસની મદદથી સી.એનજી રીક્ષા મોરબી શહેરના અલગ અલગ રોડ ઉપરથી પસાર થતી જોવામાં આવતી હોય જેથી સી.સી.ટી.વી. કેમેરાની મદદથી મોરબી સીટી એ ડીવી મોરબી ધુનડા રોડ તરફથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ સી એનજી રીક્ષા શનાળા રાજપર ચોકડીએ આવતા પોલીસે તેને રોકાવી હતી અને તેની તપાસ કરતા તેમાંથી ડ્રાઇવર તેમજ બે મહીલા તેમજ એક પુરૂષ મળી આવ્યા હતા જેઓને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા તેને આજરોજ બપોરના સમયે મોરબી જૂના બસસ્ટેન્ડથી એક મુસાફરને રીક્ષામાં બેસાડી રૂપીયા કાઢી લીધેલ હોવાની કબુલાત આપી હતી.આરોપીઓની પૂછપરછમાં તેઓના નામ કાજલબેન ઉર્ફે રેખાબેન કિશનભાઇ દેત્રોજા રહે.રાજકોટ જયારે બીજી મહિલા રેખાબેન વાઓ પ્રતાપભાઇ પરમાર રહે.રાજકોટ મહેશભાઇ જયતીભાઇ પીઠડીયા રહે.રાજકોટ નવઘણાઇ માત્રાભાઇ મુંધવા રહે.રાજકોટ ખોડીયાર પરા વાળાનું જણાવતા પોલીસે પોકેટ કોપમાં તમામની હિસ્ટ્રી તપાસતા તેના વીરૂધ્ધ ચોરીના 9 ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું હતું તેમજ ફરિયાદીના પણ રૂ.1.09 લાખ તેઓએ જ ચોરી કર્યાની કબૂલાત કરતા રોકડ રૂ.1.09 લાખ તથા જીજે3 એ એક્સ 7444 નમ્બરની રૂ.50,000 કિંમતની સી.એન.જી રીક્ષા કિ.રૂ.ગણી કુલ મુદામાલ રૂ.1.59 લાખનો મુદામાલ જ જપ્ત કર્યો હતો મહિલાની પૂછપરછ કરતા આખી ગેગનું નામ સામે આવ્યું જે આવી રીતે રીક્ષામાં બેસાડી મુસાફરોની નજર ચુકવી રૂપિયા પડાવી લેતા હોવાની કબૂલાત કરી હતી.પોલીસે રેખાબેન વાઓ પ્રતાપભાઇ પરમાર રહે.રાજકોટ ડુબલીયાપરા શેરીને પ મહેશભાઇ જયતીભાઇ પીઠડીયા રહે.રાજકોટ હાથીના શૈરીને ૧૬ રામજમંદીર પાછળ નવઘણાઇ માત્રાભાઇ મુંધવા રહે.રાજકોટ ખોડીયાર પરા વાળાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપીઓએ અગાઉ રાજકોટ શહેર અને જિલ્લામાં મોરબી અને જૂનાગઢ જિલ્લામાં આવી રીતે લોકોને શિકાર બનાવ્યા હોવાનું સામે આવતા બીજા કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તે અંગે પણ તપાસ હાથ ધરી હતી

