HomeGujaratઆ જિલ્લાની 9 ન.પા.વીજબિલ ભરવાના બાકી, PGVCLની ચિમકી

આ જિલ્લાની 9 ન.પા.વીજબિલ ભરવાના બાકી, PGVCLની ચિમકી

ઘણી વખત તંત્ર અને પ્રજા વચ્ચે કોઈ મુદ્દા કે પ્રાથમિક સુવિધાને લઈને ઘર્ષણ જોવા મળ્યું છે. પણ અમરેલીમાંથી એક અનોખું દ્રશ્ય સામે આવ્યું છે. જેમાં તંત્ર સામે તંત્ર ઊભું રહી ગયું છે. અમરેલી જિલ્લાની કુલ નવ નગરપાલિકાએ વીજબિલની કોઈ રકમ ભરી નથી. જેના કારણે હેવ વીજ વિભાગે ક્નેક્શન કાપી નાંખવા સુધીની ચિમકી ઉચ્ચારી છે. સામાન્ય વ્યક્તિ જ્યારે નિયમિત બિલ નથી ભરતો ત્યારે તંત્ર ક્નેક્શન કાપી જાય છે. પણ કરોડો રૂપિયાનું બાકી બિલ ભર્યું ન હોવા છતાં આટલા સમય સુધી વીજ પુરવઠો યથાવત રખાયો.

એટલે અત્યાર સુધી કોની મીઠી નજર હેઠળ આવી પોલમપોલ ચાલતી એ મુદ્દો અમરેલીની પ્રજામાં ચર્ચામાં છે. કુલ 90 કરોડની રકમ બાકી રાખનાર અમરેલી નગરપાલિકા સામે એવા તે ક્યા પગલાં લેવાશે? કે પછી ધમકી અનુસાર વિભાગીય કચેરીમાં અંધારપટ થશે? અમરેલી જિલ્લાની કુલ નવ નગરપાલિકાએ રૂ.90 કરોડનું બિલ પણ ભર્યું નથી. જ્યારે નગરપાલિકાનો કોઈ વેરો સામાન્ય માણસનો બાકી હોય ત્યારે કડક વલણ અપનાવીને પાલિકા વસુલાત કરે છે. લોકો પોતાની ફરજ સમજીને આ વેરો ભરે પણ છે. જેના કારણે પાલિકાની તિજોરીમાં કરોડોની આવક જમા થાય છે. તો વેરા વસુલતથી પાલિકાઓ વીજબિલ ન ભરી શકે? જો એટલા પણ પૈસા ન હોય તો પ્રજાના વેરાથી થતી આવકની રકમ જાય છે ક્યાં? આ બંને પ્રશ્નો અમરેલી પ્રજાને થઈ રહ્યા છે.

અમરેલી જિલ્લાની કુલ નવ નગરપાલિકામાં અમરેલી, બાબરા, ચલાલા, લાઠી, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, બગસરા અને દામનગરનો સમાવેશ થાય છે. આ તમામ પાલિકાએ સ્ટ્રીટલાઈટ અને પમ્પિંગ સ્ટેશનનું કરોડોનું બિલ ભર્યું જ નથી.કુલ 9 નગરપાલિકાનું 93.35 કરોડ રૂપિયાનું લેણું વીજ વિભાગનું છે. તેમ છતા અમરેલી પાલિકામાં બેઠેલા સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. આ મામલે વીજ વિભાગે તંત્રને એક નોટિસ પણ ફટકારી છે. જો વહેલાસર બિલ ભરવામાં નહીં આવે તો ક્નેકશન કાપી લેવાની ચિમકી પણ ઉચ્ચારી છે. સૌથી વધારે સાવરકુંડલા પાલિકાનું બિલ મોટું છે. 52.40 કરોડ રૂપિયાનું બિલ બાકી છે.

આ મામલે બગસરાના ચીફ ઓફિસરે વાત કરતા કહ્યું કે, વર્ષોથી આ વીજ બીલ બાકી રહેતું આવે છે. સામે વેરા વસુલાતની આવક ઘણી ઓછી છે. તેના કારણે હાલ નગર પાલિકા વીજબિલ ભરી શકે તેમ નથી. વેરાની વસૂલાત કરવા માટે અનેક યોજના બનાવી છે. પરંતુ જોઈએ તેવી સફળતા ન મળતા બિલ ભરી શકતી નથી. દરેક સેન્ટરમાં આવી જ સ્થિતિ છે. આમ અમરેલીની આ નગરપાલિકાના બાકી બીલના કારણે સામાન્ય પ્રજાને પણ ભોગવવાનો વારો આવી શકે છે. નગરપાલિકા જો બિલ નહી ભરે તો જાહેર રસ્તા પરના વીજ થાંભલા અને પમ્પિંગ સ્ટેશન કનેક્શન PGVCL કાપી શકે છે. નગર પાલિકાની ભૂલની કિંમત નિર્દોષ લોકોને ભોગવવી પડે એવો ઘાટ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW