HomeNationalખચકાટ અનુભવતા નડ્ડાને PM મોદી આગળ લઈ આવ્યા, સમજાવ્યો BJPની જીતનો મંત્ર

ખચકાટ અનુભવતા નડ્ડાને PM મોદી આગળ લઈ આવ્યા, સમજાવ્યો BJPની જીતનો મંત્ર

ચાર રાજ્યોમાં ચૂંટણી જીત્યા બાદ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા બીજેપીની સંસદીય દળની બેઠકમાં થોડા અંતરે ઉભા જોવા મળ્યા હતા. ત્યારબાદ PM મોદીએ તેમને નજીક બોલાવ્યા હતા. જાણવા જેવું છે કે, કેમ આ ક્ષણ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ માટે બોધપાઠ છે. સંસદ પાસે આંબેડકર ભવનમાં આ બેઠક યોજાઈ હતી. છેલ્લા આઠ વર્ષથી વિજયી રથ પર સવાર ભાજપના સાંસદોની બેઠક હાલમાં દિલ્હીમાં ચાલી રહી છે.

દરેક સભ્ય અને ભાજપના મંત્રીના ચહેરા પર જીતનો આનંદ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા સહિત મોટા નેતાઓ હાજર છે. આ રૂમમાં યુપી સહિત ચાર રાજ્યોમાંથી આવેલા રાજનેતાઓમાં ઉત્સાહ ભરેલો છે. રૂમમાં તાળીઓ અટકતી નથી. વડાપ્રધાન મોદી પહેલા સ્ટેજ પર ચઢ્યા હતા. તાળીઓનો ગડગડાટ પછી વધી ગયો હતો. ‘ભારત માતા કી જય’ના નારા ગુંજી રહ્યા હતા. તેમના પછી નડ્ડા, રાજનાથ, શાહ સહિત ભાજપની ટોચના નેતાઓ મંચ પર આવ્યા હતા. હવે ચાર રાજ્યોમાં જીતનો શ્રેય આપવાની તક છે. આ માટે સામાન્ય સાઈઝ કરતા મોટા ફૂલોની માળા બનાવવામાં આવી હતી. માળા મોદી તરફ લાવવામાં આવી અને તાળીઓનો ગડગડાટ વધી ગયો હતો. પરંતુ આ ચિત્રમાં એ કંઈક છે જે નોંધવું જોઈએ.

દૂર ઊભા રહીને મોદીએ ભાજપ અધ્યક્ષ જય પ્રકાશ નડ્ડાને નજીક આવવા કહ્યું. નડ્ડા અચકાય છે. વડાપ્રધાન મોદી નડ્ડાનો હાથ પકડીને તેમની આગળ આ પહેરાવવામાં આવતી માળામાં સાથે જોડી દે છે. ભાજપની જીતનું રહસ્ય આ ક્ષણમાં છુપાયેલું છે. નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેઓ વડાપ્રધાનમોદી કરતા સંગઠનમાં ઉચ્ચ હોદ્દા પર છે. ચાર રાજ્યોમાં જીતના હીરો ભલે વડાપ્રધાન મોદી હોય, પરંતુ આ જીત ભાજપની છે. નડ્ડાને જીતના શ્રેયની માળા માટે આગળ કરવા પાછળ વડાપ્રધાન મોદીનો આ હેતુ છે. મંગળવારે ભાજપની સંસદીય દળની બેઠકના 55 સેકન્ડના વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે જીતનો શ્રેય કેવી રીતે વહેંચવો જોઈએ.

વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો મંથનમાં વ્યસ્ત છે. વિરોધ પક્ષો માટે, આ થોડીક સેકન્ડો પાઠ અને શીખ હોઈ શકે છે. સંસદીય દળની બેઠકમાં ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષ પ્રમુખ જેપી નડ્ડા પ્રત્યે સન્માન સાથે સંદેશ આપ્યો કે આ સંગઠન અને સરકાર બંનેની જીત છે. જોકે, આ પ્રસંગને રાજકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. જોકે, આ બેઠક શરૂ થાય એ પહેલા સ્વ. લતા મંગેશકરને માન આપવા માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું. જેનું તા.6 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું. જોકે, આ બેઠકમાં નડ્ડા અને વડાપ્રધાન મોદી આગામી વ્યૂહરચના માટે સંબોધનમાં શું કહે છે એ હવે પછી ખ્યાલ આવશે. કારણ કે હવે અન્ય રાજ્યમાં પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW