હાવરા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બોગસ આધારકાર્ડ સાથે ઝડપાયેલી બાંગ્લાદેશની બે યુવતી સહિત કુલ ત્રણ યુવતી નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર થઈ જતા ચકચાક મચી ગઈ છે. આ ત્રણેય યુવતીઓ વહેલી સવારે ભાગી જતા પોલીસે એમને પકડવા માટે દોડધામ કરી છે. આ ત્રણેય યુવતીઓ ભાગે છે એવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. ફરાર થઇ ગયેલી ત્રણેય યુવતીઓની ટોચની તપાસ એજન્સીઓ તરફથી તપાસ ચાલું કરી દેવામાં આવી છે. ત્રણેય યુવતીઓ દિવાલ પાસે કચરાની ડોલ મુકી તેના પર ચઢીને દિવાલ કુદીના ભાગી ચૂકી છે. જેને પકડવા માટે પોલીસે જુદી જુદી ટીમ તૈયાર કરી તપાસ ચાલું કરી છે.

વડોદરાના નિઝામપુરામાં આવેલ નારી સંરક્ષણ ગૃહમાં આ ત્રણેય યુવતીઓ રહેતી હતી. આ ત્રણ યુવતીઓ નારી સંરક્ષણ ગૃહના કર્મચારીઓ તેમજ સિક્યુરિટીને ચકમો મંગળવારની વહેલી સવારે આપી ફરાર થઇ જતાં દોડધામ મચી ગઈ હતી. યુદ્ધના ધોરણે પોલીસને જાણ કરવામાં આવી હતી. સૌથી મોટી વાત એ છે કે, યુવતીઓ દિવાલ કુદીને નાસી ગઈ હતી. આમ નારી સંરક્ષણ ગૃહની સુરક્ષાના દાવા ખોટા પડ્યા છે. પોલમપોલ ઉઘાડી પડી ગઈ છે. ફતેગંજ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાચની ટીમ કામ લાગી હતી. વહેલી સવારે નારી સંરક્ષણ ગૃહ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવતા શહેર પોલીસે તંત્ર ઊંધા માથે થઈ ગયું હતું.

હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી અમદાવાદના પોલીસે ત્રણ યુવતીઓ સાથે મુસાફરી કરી રહેલા શંકાસ્પદ યુવકને ઝડપી પકડી લીધો હતો. શંકાસ્પદ વ્યક્તિનો તથા ત્રણ યુવતીઓનો કબજો વડોદરા રેલવે સ્ટેશન આવતાં તેમણે વડોદરા રેલવે પોલીસની મિસિંગ સેલને આપી દીધો હતો. મૌસમી ઉર્ફે સારમીન મીંટુ શેખ (રહે -પશ્ચિમ બંગાળ),યાસ્મીન ઉર્ફે જન્નત જજમીયા મુસ્લિમ (બન્ને રહે -બાંગ્લાદેશ),પોપીબેગમ ઉર્ફે ફરજાના મોહમ્મદ શેખ (રહે-બાંગ્લાદેશ) અને નાજમુલ અલીબુદીન શેખ (રહે -પશ્ચિમ બંગાળ) હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલ બહાર આવ્યું હતું. આ ત્રણેય વ્યક્તિના આધારકાર્ડની તપાસ કરી ત્યારે એમાં એડ્રેસ ભરૂચનું હતું. જેનાથી પોલીસ ચોંકી ગઈ અને આશંકા પ્રબળ બની હતી.

પછી આધાર કાર્ડના આધારે યુવતીઓના ડોક્યુમેન્ટ લઈને મામા નામના માણસ પાસે આ નકલી આધારકાર્ડ બનાવ્યા હોવાની કબૂલાત કરી હતી. આ પોલીસે આરોપીઓ પાસેથી 03 બનાવટી આધાર કાર્ડ, 06 નંગ મોબાઇલ ફોન, રોકડા રૂપિયા, એટીએમ કાર્ડ તથા ટ્રેનની ટિકિટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી નાજમુલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરી કરી હતી. ત્રણેય યુવતીઓ નારી સંરક્ષણ ગૃહમાંથી કેવી રીતે ફરાર થઇ, અને કયા રસ્તેથી પસાર થઈ, કયા વાહનમાં બેસીને કઇ તરફ ગઇ તે જાણવા પોલીસે જે તે રૂટ પરના તમામ સીસીટીવી ચેક કરવાની શરૂઆત કરી છે. જોકે પોલીસને હજુ સુધી કોઈ સગડ મળ્યાં નથી. આ બનાવ અંગે ફતેગંજ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

