માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા સગરામ ભરવાડ શનિવારે મોડી સાંજેના સમયે કચ્છના નાના રણમાં આવેલ વાછડા ડાડા મંદિરમાં દર્શન માટે ગયા હતા તે દરમિયાન કોઈ કારણસર તેમની કાર કચ્છના રણમાં પલટી મારી ગઈ હતી.ઘટનામાં પોલીસ જવાનને ગંભીર હાલતમાં હળવદ સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ ઇજા વધુ હોવાથી મોરબી સીવીલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા જોકે સીવીલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. માળીયા પોલીસ કર્મીનું વાહન અકસ્માત દરમિયાન મોતની ઘટનાથી પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

