HomeGujaratગીતા રબારી USAના પ્રવાસે,બેગની કિંમતમાં 10 વ્યક્તિનો પગાર નીકળી જાય

ગીતા રબારી USAના પ્રવાસે,બેગની કિંમતમાં 10 વ્યક્તિનો પગાર નીકળી જાય

એક સમય એવો હતો જ્યારે કલાકારો તેમનું ગુજરાન માંડ માંડ ચલાવતા હતા. પરંતુ વર્તમાન સમયમાં ગુજરાતી કલાકારો એટલા લોકપ્રિય છે કે એની દરેક વસ્તુઓ પર ફેન્સની નજર હોય છે. ગુજરાતી ગાયકો વૈભવી લાઈફ સ્ટાઈલ જીવી રહ્યા છે. કિંજલ દવે, ઓસમાણ મીર, કિર્તીદાન ગઢવી, ગીતા રબારી સહિતના ગુજરાતી કલાકાર કંઠથી તો જાણીતા છે પણ ક્યારેક ફરવાના લોકેશન અને આઉટફીટને કારણે ચર્ચામાં રહે છે.

કચ્છની કોયલ ગણાતી ગીતા રબારીનું હાલમાં ટોપ 5 ગુજરાતી ગાયકોમાં લેવાઈ રહ્યું છે. ગીતા રબારી ખૂબ જ સંઘર્ષ કરીને ગાયિકી ક્ષેત્રે આગળ આવી છે. રોણા શેરમાં ગીતથી ગીતા રબારી ખૂબ ચર્ચામાં હતી. એ પછી તો અનેક એવા ભજન અને ગુજરાતી ગીતની રમઝટથી તે લોકપ્રિય છે. ગીતા રબારી હાલ અમેરિકાના પ્રવાસે છે અને તેના એરપોર્ટ પરના કેટલાક ફોટો પણ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે.

ગીતા રબારીએ જ પતિ પૃથ્વી રબારી સાથેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. જેમાં ગીતા રબારીએ બંધ ગળાનું ફૂલ સ્લીવ ટીશર્ટ અને જીન્સ પહેર્યું છે. ટ્રેડિશનલ લુકમાં જોવા મળતી ગીતા રબારી આ ફોટોમાં એકદમ પ્રોફેશનલ મોડેલ લુકમાં જોવા મળે છે. ગીતા રબારીએ સોશિયલ મીડિયા પર જે ફોટો અપલોડ કર્યા છે તે એરપોર્ટના છે. આ ફોટામાં ગીતા રબારીના હાથમાં બે બેગ જોવા મળી તેની કિંમત અંદાજે 2.36 લાખ રૂપિયા છે. આ બેગ ઓનલાઇન અમુક પ્લેટફોર્મ પર જ મળે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW