HomeGujaratCentral Gujaratમોદીના કાર્યક્રમમાં 1922 એસટી બસોમા આવ્યાં સરપંચ અને આ નેતાઓ

મોદીના કાર્યક્રમમાં 1922 એસટી બસોમા આવ્યાં સરપંચ અને આ નેતાઓ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં આજે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ગુજરાત પંચાયત મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ભાગ લેવા માટે સમગ્ર રાજ્યના સરપંચને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે આ સંમેલનમાં ભાગ લેવા અલગ-અલગ જિલ્લામાંથી હજારો લોકો આવ્યા હતા. કુલ 1922 બસ આજના કાર્યક્રમમાં આવી હતી.

જીએમડીસી ગ્રાઉન્ડમાં સંમેલન યોજાયું હતું. જેમાં સમગ્ર રાજ્યમાંથી જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખો તથા સરપંચો અને સભ્યો આવ્યાં હતાં. મોટા ભાગના લોકો એસટી બસમાં આવ્યા છે. એસટી બસ માટે ત્રણ પાર્કિંગ ફાળવવામાં આવ્યા હતા. જેમાં જીએમડીસી ગ્રાઉન્ડની સામે આવેલી ગુજરાત યુનિવર્સિટીના બે પાર્કિંગ અને ટીવી ટાવરના ગ્રાઉન્ડમાં એક પાર્કિંગ રાખવામાં આવ્યું હતું. જીએમડીસીની સામે આવેલી ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં કુલ 724 બસ પાર્ક કરવામાં આવી હતી. જ્યારે ગ્રાઉન્ડની સામે આવેલા અન્ય મેદાનમાં 70 વોલ્વો અને એસટી બસ અને ટીવી ટાવરના ગ્રાઉન્ડમાં 1128 બસ પાર્ક કરવામાં આવી હતી.

ત્રણેય પાર્કિંગની સંખ્યા પ્રમાણે 1922 બસ આવી હતી. આ ગણતરી મુજબ 96 હજાર લોકો કાર્યક્રમમાં બસ મારફતે આવવાની શક્યતા છે. અનેક જિલ્લાઓમાંથી ગઈકાલે રાતે બે વાગ્યાથી લોકો અમદાવાદ આવવા નીકળ્યા હતા. જેમના જમવા માટે રસ્તામાંથી જ વ્યવસ્થા કરવામાં આવી હતી. બપોરે ત્રણ વાગે સંમેલન શરૂ થયું હતું. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. ત્યારબાદ તમામ લોકો બસ મારફતે પોતાના પરત જવા રવાના થયાં હતાં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW