મોરબી શહેરની શાન સમાં ઝૂલતા પુલને અજંતા ગ્રુપને સંચાલન માટે સોંપવામાં આવ્યું હતું.જોકે કોન્ટ્રાકટ પૂર્ણ થઈ જતા અજંતાએ આગળ કોન્ટ્રાકટ આગળ વધારવા માંગતી ન હોવાથી તેને પરત સોંપવા અરજી કરી હતી જોકે પાલિકાએ કબજો ન સાંભળતાં તેનું રીનોવેશન કામગીરી અટકી પડતા પુલ જર્જરિત અવસ્થામાં હોવાથી લોકોના પ્રવેશ પણ બંધ કરી દેવાયો હતો.જોકે પાલિકા અને ઓરેવા ગ્રુપ વચ્ચે મડાગાંઠ ઉકેલાઈ જતા ફિરવાર આગામી 20 વર્ષ માટે પાલિકાએ ઝૂલતા પુલનું સંચાલન ઓરેવા ગ્રુપને સોંપવામાં આવ્યુ છે.

આ માટે પાલિકા અને ઓરેવા ગ્રુપે કરાર કર્યા છે અને આગામી 20 વર્ષ સુધી તેનું સંચાલન કરશે વધુમાં ઝૂલતો પુલ અજંતા ઓરેવા કંપનીને સોંપવા નક્કી કરાયેલા કરાર મુજબ વર્ષ 2023 -24થી વર્તમાન પ્રવેશ ટીકીટ દરમાં રૂપિયા 2 પ્રતિવર્ષ ભાવ વધારો મંજુર કરવામાં આવ્યો છે. જો કે, શાળાના બાળકો માટે રૂપિયા 5નો ટીકીટ દર કાયમ માટે રાખવા નક્કી કરાયું છે.ઉલ્લેખનીય છે કે કરાર મુજબ અંદાજે આઠથી બાર મહિના સુધી રીનોવેશન કામગીરી ચાલે તેમ હોવાનું જણાવાયું છે.

