સુરતમાંથી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ સામે આવ્યા બાદ આવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે જેમાં એક યુવતીને પાગલ પ્રેમીએ જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ભરચક વિસ્તારમાં અને પોલીસ સ્ટેશનથી માત્ર નજીવા અંતરમાં જ બે સંતાનની માતાને મોતને ઘાટ ઉતારી દીધી છે. લોકો એને પકડીને પોલીસ હવાલે કરે એ પહેલા જ તે છરીના ઘા મારીને ફરાર થઈ ગયો હતો.આરોપીની પોલીસે ગણતરીની કલાકમાં ધરપકડ કરી હતી મૃતક મહિલા આશા બોડાણા સાથે 13 વર્ષથી એક બીજાને ઓળખતા હોવાનું સામે આવ્યું છે. મહિલાના લગ્ન અન્ય સાથે થઇ જતા આરોપીએ અન્ય કોઈ મહિલા સાથે લગ્ન ન કર્યાનું સામે આવ્યું છે મૃતક આશાએ પોતાની દીકરીની સગાઇ તૂટી ન જાય તે માટે આરોપી નવીન સાથે બોલવાનું બંધ કરી હતી આરોપીએ આશાને મનાવવા ઘણા પ્રયાસ કર્યા હતા પણ તે માની નહી
આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઈ ત્યારે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું કે હત્યા કરનાર વ્યક્તિનું નામ નવીન રાઠોડ છે. આરોપી નવીન રાઠોડ તેમજ મૃતક મહિલા આશાબેન બોડાણા બંને એક જ વિસ્તારમાં રહે છે. યુવક આશાબેન સાથે નવીન તરફી પ્રેમમાં પાગલ થયો હતો. આ મહિલાને તેના બે બાળકો હોવાથી પ્રેમ સંબંધ રાખવાની મનાઈ કરી હતી. જેના કારણે યુવક નવીન રાઠોડને લાગી આવતા હત્યા કરી દેવાનું કાવતરૂ ઘડ્યું હતું. માધવપુરા વિસ્તારમાં આશાબેન બોડાણા જોગણી માતાના મંદિર પાસે શાક લેવા ઉભા હતા. ત્યારે પાછળથી આવીને એક પછી એક પાંચથી વધારે છરીના ઘા ઝીંકી જાહેરમાં તેની હત્યા કરી હતી. માત્ર 18 સેકેંડમાં છરીના જોરદાર ઘા મારી મહિલાને પતાવી દીધી હતી પોલીસથી બચવા તેને પોતાનો મોબાઈલ પણ ફેકી દીધો હતો પણ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપી નવીનને ઝડપી લીધો હતો.

સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. જેમાં આરોપી કેટલી નિર્દયતાથી એક પછી એક છરીના ઘા મારી રહ્યો છે તે જોવા મળી રહ્યું છે. વિશ્વ મહિલા દિવસે જ એક મહિલાની જાહેરમાં હત્યા કરવામાં આવી અને આજુબાજુના લોકો માત્ર તમાશો જોતા રહી ગયા હતા. ત્યારે સોશિયલ મીડિયાથી બહાર નિકળી વાસ્તવમાં મહિલાને સન્માન આપવામાં આવે તે જરૂરી છે.

