HomeGujaratટ્રાફિક પોલીસ કે અધિકારીની હાજરી વગર વાહનોનું ટોઈંગ, કામગીરી સામે ઊઠ્યા સવાલ

ટ્રાફિક પોલીસ કે અધિકારીની હાજરી વગર વાહનોનું ટોઈંગ, કામગીરી સામે ઊઠ્યા સવાલ

રાજકોટ પોલીસમાં વિવાદના મુદ્દા પર પૂર્ણવિરામ લાગ્યું નથી. કમિશનરના તોડકાંડ બાદ હવે ટ્રાફિક પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઊઠી રહ્યા છે. ફરી એકવખત રાજકોટ પોલીસ વિવાદમાં અટવાઈ છે. જેમાં આ વખતે પોલીસને ટોઈંગ વ્હીકલની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કોઈ એજન્સીના માણસો કોઈ પોલીસ કર્મચારી કે અધિકારીની હાજરી વગર ધડાધડ ટુ વ્હીલર વાહનને ટોઈંગ કરી રહ્યો છે. ટ્રાફિક પોલીસ અને પ્રજા વચ્ચે માથાકુટ થઈ હોય એવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.

હવે ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ ઊભા કરતો એક વીડિયો સામે આવ્યો છે. રાજકોટ સિટીમાંથી ગમે તે જગ્યાએથી વાહન ટો કરી લેવામાં આવે છે. જેને ટોઇંગ કર્યા બાદ શિતલ પાર્ક સ્ટેશન ખાતે લઈ જવામાં આવે છે. આ પછી વાહન માલિકે ત્યાં સુધી જઈ એન્ટ્રી કરાવીને વાહનનો દંડ ભરવો પડે છે. કારણ કે તેને પાર્કિંગના નિયમનો ભંગ કર્યો છે. પણ ટ્રાફિક પોલીસ કર્મચારી કે અધિકારીની હાજરી વગર મનફાવે એવી રીતે વાહન ગમે ત્યાં ઊઠાવીને શિતલ પાર્ક લઈ જવા એ ક્યાંનો નિયમ છે? આવો પીળો પરવાનો એજન્સીના માણસોને કોને આપ્યો? ટ્રાફિક પોલીસ સિવાય અન્ય કોઈ વ્યક્તિને ટ્રાફિકના નિયમ કે પાર્કિંગના નિયમ ભંગ બદલ દંડ લેવાનો કે વાહન ઊઠાવી જવાનો અધિકાર નથી. તેમ છતાં ટ્રાફિક બ્રિગેડના જવાનો તરફથી દંડ લેવામાં આવ્યો હોય એવા અનેક કિસ્સા બનેલા છે. ટ્રાફિક બ્રિગેડના જવાનોની કામગીરી માત્ર ટ્રાફિક ક્લિયર કરાવવાની હોય છે. તેમ છતાં ટ્રાફિક પોલીસના અધિકારીઓ પોતે વાહન સાઈડમાં પાર્ક કરીને મોબાઈલમાં મસ્ત રહી પોતાની જવાબદારી ટ્રાફિક બ્રિગેડ માથે ખો કરી દે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ટ્રાફિક શાખા પોલીસ કર્મચારી કે અધિકારી વગર એજન્સીના માણસો વાહનો ઊઠાવી જાય છે. જ્યારે વાહન ક્યાં લઈ જાવો છો એવો સવાલ કરવામાં આવે છે ત્યારે એજન્સીનો માણસ કહે છે શિતલ પાર્ક, કોની સૂચનાથી એવું પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, જયેશભાઈ. હવે એજન્સીના માણસને કોણ રિપોર્ટ કરી રહ્યું છે એનું નામ પણ એના જ સ્ટાફને ખબર નથી. વાહન ટો કરવાનો આ અધિકાર એજન્સીને અપાયો હોય તો ટ્રાફિક પોલીસની જવાબદારી શું ટ્રાફિક પોઈન્ટ પર ખાલી મોબાઈલ મચડવાની છે? જોવાનું એ છે કે, આ વીડિયો સામે આવ્યા બાદ મોટા કહેવાતા અને રોફ જમાવતા અધિકારીઓ કેવા પગલાં લે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW