ગુજરાતમાં ફરી એકવખત પાટીદાર આંદોલન થવાનું હોય એવા પડઘમ વાગી રહ્યા છે. અનામત આંદોલન વખત પટેલ યુવા મહિલાઓ પર કરાયેલા કેસ પાછા ખેંચવા પાટીદાર આંદોલનકારીઓએ ફરી સરકાર સામે મોરચો ખોલ્યો છે. અમદાવાદ શહેરના સાણંદ નજીક એક ફાર્મ હાઉસમાં પાસ નેતાઓને એક મોટી બેઠક યોજાઈ હતી. જેમાં ફરી સરકારને ફરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.
જોકે, તા.23 માર્ચ સુધી પાટીદાર સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો રાજ્યમાં અહિંસક રીતે આંદોલન કરાશે. યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ ઉપરાંત પાસના નેતા અલ્પેશ કથિરીયાના નેતૃત્વ હેઠળ આા બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકમાં એક સ્વરમાં સરકાર સામે એક રોષ ઠાલવવામાં આવ્યો હતો. પાટીદાર સંસ્થાના આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. એ પછી રાજ્ય સરકારે પાટીદાર સામે કેસ પાછા ખેચાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, ત્રણ મહિનાની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. છતાં સરકારે કોઈ રીતે કેસ પાછા ખેંચ્યા નથી. આ સ્થિતિએ પાટીદાર પાસે આંદોલન કર્યા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી.આ બેઠક પછી હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયાએ જણાવ્યું હતું કે, આંદોલનની જાહેરાત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આગેવાન નરેશ પટેલને ફોન કરી પાટીદાર સામે થયેલા પોલીસ કેસ પાછા ખેંચવા માટેની ખાતરી આપી છે. બેથી ત્રણ દિવસમાં પાટીદાર સંસ્થાઓના વડા મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે. આંદોલન વખતે થયેલા પોલીસ કેસ પાછા ખેંચવામાં આવે અને મૃત્યું પામેલા પાટીદારોના પરિવારજનોને સરકારી નોંકરી આપવામાં આવે. આ માંગ જો સ્વીકારમાં નહીં આવે તો તા.23 માર્ચથી ગુજરાત ભરમાં ઉગ્રા આંદોલનના મંડાણ થશે. પાટીદારોની માંગ નહીં સ્વીકારવામાં આવે તો બિનરાજકીય રીતે એક કમિટી તૈયાર કરી આંદોલન કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત હાર્દિક પટેલે એક ટ્વિટ કરીને લખ્યું હતું કે, સરકાર આ આંદોલનને કચડી દેવા માટે મારા જેવા હજારો યુવાનો પર રાજદ્રોહ સહિત વિવિધ કલમો હેઠળ કેસ કર્યા હતા. સરકારે આ કેસ પરત ખેંચવા વચન આપ્યું હતું. પરંતુ હજુ સુધી એનું પાલન કર્યુ નથી. જરૂરિયાતમંદ પરિવારો માટે અમારું આંદોલન હતું અને અમે તેમાં સફળ રહ્યા. નીડરતાથી લડાઈ લડું છું એટલે તમામનો સાથ મળે છે. પાટીદાર આંદોલનમાં યુવાનો પર થયેલા ખોટા કેસ પરત લેવાની માંગ સાથે અમદાવાદમાં રાજ્યભરમાંથી આવેલા સંઘર્ષના સાથીઓ સાથે વાર્તાલાપ કર્યો. હવે અંતિમ ચેતવણી છે. આર યા પાર.

