HomeGujaratરાજકોટના રેલવે સ્ટેશન માં ધૂમ્રપાન કરતા 167 વ્યક્તિઓ ને રૂ.6500 દંડ

રાજકોટના રેલવે સ્ટેશન માં ધૂમ્રપાન કરતા 167 વ્યક્તિઓ ને રૂ.6500 દંડ

રાજકોટ રેલવે ડિવિઝન મુસાફરોને સલામત અને બહેતર મુસાફરી આપવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. આ ક્રમમાં રાજકોટ ડિવિઝન દ્વારા 25 ફેબ્રુઆરીથી લઈને 3 માર્ચ, 2022 સુધી એક સપ્તાહ માટે વ્યાપક ધૂમ્રપાન વિરોધી સંરક્ષા (સેફટી) ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

આ ધૂમ્રપાન વિરોધી સેફટી ઝુંબેશ દરમિયાન કુલ 167 વ્યક્તિઓ પકડાયા હતા અને તેમની પાસે થી સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ (કોપ્ટા-2003) હેઠળ રૂ. 6500/- નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને જાહેર સ્થળોએ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ (કોપ્ટા)-2003 હેઠળ સજાપાત્ર છે. મુસાફરોમાં આ અંગે જાગૃતી લાવવા માટે રેલવે સ્ટેશનો પર જાહેરાત કરવામાં આવી રહી છે.રાજકોટ ડિવિઝન ના સિનિયર ડીસીએમ અભિનવ જેફ,  રાજકોટ ડીવીઝન ના ડીઆરએમ અનિલ કુમાર જૈને મુસાફરોને રેલવે પરિસરમાં અને ટ્રેનમાં ધુમ્રપાન કરવાનું ટાળવા અને મુસાફરીને પોતાના તેમજ અન્ય મુસાફરો માટે સલામત બનાવવા અપીલ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW