Sunday, July 7, 2024
HomeBussinessરવિવારના દિવસે બિગ બાઝારના મોટાભાગના સ્ટોર બંધ, શું રીલાયન્સનો કોઈ પ્લાન ખરા?

રવિવારના દિવસે બિગ બાઝારના મોટાભાગના સ્ટોર બંધ, શું રીલાયન્સનો કોઈ પ્લાન ખરા?

કિશોર બિયાણીના નેતૃત્વવાળા ફ્યુચર ગ્રૂપના રિટેલ સ્ટોરને લઈને એક મોટા વાવડ સામે આવ્યા છે. રવિવારે સમગ્ર કંપની બંધ રહી હતી. વાવડ એવા મળી રહ્યા છે તે રીલાન્સના ઘણા સ્ટોરને ટેકઓવર કરવાના મુડમાં છે. દેશના બીજા ક્રમના સૌથી મોટા ગ્રૂપ ફ્યુચર ગ્રૂપે પોતાના મોટાભાગના ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર બંધ કરી દીધા છે. કંપનીના મોટાભાગના સ્ટોર રવિવારે બંધ જોવ મળ્યા છે. જ્યારે મહાનગરમાં રવિવારે લોકો આખા અઠવાડિયનું શૉપિંગ મોલમાંથી કરવા જતા હોય છે. એવા સમયે સ્ટોર બંધ રહ્યા હતા.

રીપોર્ટ અનુસાર મુકેશ અંબાણીના નેતૃત્વવાળી કંપની રીલાયન્સને ફ્યુચર ગ્રૂપ ટેકઓવર કરવાના મુડમાં છે. ફ્યુચર ગ્રૂપ લીઝ રેટ ભરી શક્યું ન હતું. એવામાં હવે રીલાયન્સ ઈન્ડસ્ટ્રી કિશોર બિયાણીના નેતૃત્વવાળા ફ્યુચર ગ્રૂપના એ રીટેલ સ્ટોરનું રીબ્રાન્ડિંગ કરશે જેને કંપનીએ લીઝ પર લઈ ફ્યુચર ગ્રૂપને લીઝ પર આપેલા હતા. આ સાથે રીલાયન્સ કંપનીએ ફ્યુચર ગ્રૂપના કર્મચારીઓને પણ નોકરીની ઓફર આપી છે. સામાન્ય રીતે રવિવારે મોલ અને સુપરમાર્કેટમાં ખરીદી કરનારા લોકોની ભારે ભીડ જોવા મળે છે. ખાસ કરીને મહાનગરમાં આ ચિત્ર વધારે જોવા મળે છે. પણ રવિવારે બિગ બાઝારના મોટાભાગના સ્ટોર બંધ જોવા મળ્યા હતા. કંપનીની વેબસાઈટ પરથી પણ કોઈ ઑર્ડર પ્લેસ થયા ન હતા. જેના કારણે બપોરના સમયે વેબસાઈટ ઓપન કરતા એવા મેસેજ આવતા કે, વેબસાઈટ અપગ્રેડ થઈ રહી છે. વેબસાઈટ પર લખ્યું હતું કે, નમસ્તે અમે લોકો અમારી વેબસાઈટ અપગ્રેડ કરી રહ્યા છીએ. સારા અનુભવ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ટીમ બિગ બાઝાર.

ફ્યુચર ગ્રૂપ અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રી આ અંગે કોઈ નિવેદન આપે એ માટે અરજી કરવામાં આવી હતી. પણ હજુ સુધી બંનેમાંથી કોઈ કંપનીએ આ અંગે જવાબ આપ્યો નથી. કોઈ મોટું કારણ પણ સ્પષ્ટ કર્યું નથી. આ પહેલા ફ્યુચર ગ્રૂપે શનિવારે એક સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે, કંપની પોતાના ઑપરેશનમાં ઘટાડો કરી શકે છે. બિગ બાઝારે એક ટ્વિટર યુઝરને જવાબ આપતા કહ્યું હતું કે, અમને જણાવતા દુઃખ થાય છે કે, બે દિવસ સુધી કોઈ પ્રકારના ઑપરેશનમાં રહેશે નહીં.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW