HomeGujaratCentral Gujaratકોંગ્રેસ પરિવારની પૂત્રવધૂ દુઃખી રેશમા પટેલે આપી ધરણા કરવાની ચિમકી, રાહુલ ગાંધીને...

કોંગ્રેસ પરિવારની પૂત્રવધૂ દુઃખી રેશમા પટેલે આપી ધરણા કરવાની ચિમકી, રાહુલ ગાંધીને રજૂઆત

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને અનેક પ્રકારના ફટડા પડી રહ્યા છે. એકબાજું મોટા નેતાઓ પક્ષ છોડીને જઈ રહ્યા છે. તો બીજી તરફ પક્ષમાં અંદરખાને કકરાટ થઈ રહ્યો છે. રાજકીય ગરમી વચ્ચે કોંગ્રેસના મોટાનેતા ભરતસિંહ સોલંકીના પત્નીનો એક વીડિયો સામે આવ્યો છે. કોંગ્રેસે ચૂંટણીલક્ષી રણનીતિ ઘડવા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે કોંગ્રેસના મોટાનેતા રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યા છે.

આવી સ્થિતિએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીની પત્ની રેશમાએ એક વીડિયો મેસેજ આપ્યો છે. જેમાં તેઓ રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરીને રજૂઆત કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલે આક્ષેપો કર્યા છે. તેમણે ભાર દઈને એવું કહ્યું કે, કોંગ્રેસ મહિલા સશક્તિકરણની વાત કરે છે પણ કોંગ્રેસ પરિવાર પુત્રવધૂ જ દુઃખી છે. હું અમેરિકામાં લોકોના ઘરના કામ કરીને ગુજરાન ચલાવું છું. ભરતસિંહ અમેરિકામાં વીસ દિવસ રોકોયા તેમ છતાં મને મળ્યા નથી. મને પહેરેલા કપડે કાઢી મૂકી છે. આપ મને ન્યાય અપાવજો. જો મને ન્યાય નહીં મળે તો હું કોંગ્રેસ કાર્યાલયની બહાર ધરણા કરીશ. ભરતસિંહ સોલંકી અને રેશમા વચ્ચે સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. આ પહેલા પણ બંને વચ્ચેના ડખા મીડિયાની હેડલાઈન્સમાં રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામઓથી બંને એકબીજા સાથે બોલતા નથી. પછી રેશમાએ પતિ સામે મોટા ખુલાસા કર્યા હતા. પછી પતિ સામે મસમોટા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. રેશમા પટેલે લખેલા એક પત્રથી અમદાવાદનું રાજકારણ ગરમાયું હતું.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક પત્ર સાથે એક વીડિયો શેર કરતા તેમણે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે, ભરતસિંહ સોલંકી કોંગ્રેસમાં રહીને કોંગ્રેસને ખતમ કરવાનું કામ કરે છે. 67 વર્ષના છે મારા કરતા 23 વર્ષ મોટા છે. મેં એમને ઘણીવાર સમજાવવાનો પ્રયાસ કર્યો છે. પણ તે કોઈ રીતે માનતા નથી. જેની જાણ હું હાઈકમાન્ડને કરવા માગું છું. જોકે, આવું પહેલી વખત બન્યુ નથી. આ પહેલા પણ જ્યારે ઘરકંકાસનો મામલો પહેલી વખત કોરોનાકાળ વખતે સામે આવ્યો હતો ત્યારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ કેસમાં હજુ સુધી ભરતસિંહ સોલંકીએ કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW