HomeGujaratગુજરાતમાં આ દિવસથી શરૂ થશે કાળઝાળ ગરમી, હીટવેવના એંધાણ

ગુજરાતમાં આ દિવસથી શરૂ થશે કાળઝાળ ગરમી, હીટવેવના એંધાણ

ગુજરાત રાજ્યમાંથી શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે તડકો પડી રહ્યો છે. જોકે, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક પ્રાંતમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે ગરમીના કારણે ધીમે ધીમે પંખા શરૂ થવા લાગ્યા છે. અમદાવાદમાં તો બપોરના સમયે અત્યારથી આકરો તાપ અનુભવાઈ રહ્યો છે. જોકે, આ તાપ હાલ અસહ્ય બન્યો નથી. પણ બહાર નીકળતા જ પરસેવો જરૂર વળે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ટાઢોળું અનુભવાય છે. છેલ્લા બે દિવસથી ભારે ધુમ્મસ પણ જોવા મળ્યું હતું.

રાજ્યમાં મિશ્ર હવામાન વચ્ચે હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલે એવી આગાહી કરી છે કે, માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી ગરમી શરૂ થશે. પારો 35થી 40 ડિગ્રીને પાર કરી જશે. ગુરૂવારથી આવનારા 48 કલાકમાં બાદ ધીમે ધીમે ગરમમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા તેમજ કમોસમી વરસાદ પડ્યો હોય એવી પણ ઘટના બની છે. તો હિમાચલ પ્રદેશ જેવા રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેની અસર છેક રાજસ્થાન સુધી થઈ રહી છે. અરબી સમુદ્ર પરના ભેજવાળા પવનોની અસર ગુજરાતના દરિયાકિનારાના ભાગ પર થાય એવી પૂરી શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર પ્રાંતમાં કમોસમી વરસાદ થવાની પૂરી શક્યતાઓ છે. અંબાલાલ પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજસ્થાનના ભાગમાં ભારે પવન ફૂંકાય એવા એંધાણ છે. ધૂળની ડમરી ઉડશે. માર્ચ મહિનાથી સખત ગરમી પડવાનું શરૂ થશે. રાજ્યમાં અત્યારે અમદાવાદ સહિત પાંચ શહેરનું તાપમાન 30 ડિગ્રીથી ઉપર નોંધાયું છે.

જોકે, સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વહેલી સવારે ધુમ્મસ જોવા મળે છે. વાતાવરણમાં ભેજને કારણે કાચથી લઈને રસ્તા ભીના જોવા મળ્યા છે. સવારના સમયે સ્વેટર શાલ કે ટોપી પહેરવી પડે એવી સ્થિતિ હાલ સૌરાષ્ટ્ર પંથકમાં છે. જ્યારે અમદાવાદ, ખેડા, આણંદથી લઈને મહેસાણા સુધી વાતાવરણમાં ગરમાવો અનુભવાઈ રહ્યો છે. જોકે, આવનારા દિવસોમાં પવનની દિશા પલટાતા ગરમીનો અહેસાસ થશે. પાડોશી રાજ્ય રાજસ્થાન પરથી વહેતા થયેલા પવનો ગુજરાતના સરહદી વિસ્તારનું પણ તાપમાન વધારશે. જોકે, હાલમાં મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. જોકે, ઠંડીથી આંશિક રાહત થતા લોકોને થોડા સમય માટે ગરમ કપડાંમાંથી મુક્ત મળી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW