HomeGujaratમહાનગર પાલિકામાં આસી. કમિશનરની બદલી થતા કારને દોરડાથી ખેંચી વિદાય આપી

મહાનગર પાલિકામાં આસી. કમિશનરની બદલી થતા કારને દોરડાથી ખેંચી વિદાય આપી

જામનગર મહાનગર પાલિકામાં મંગળવારે અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. મહાનગર પાલિકામાં આસી. કમિશનરની અમરેલી બદલી થતા વિશેષરૂપે વિદાય આપવામાં આવી હતી. એમની કારને દોરડાથી બાંધી મહાનગર પાલિકાની જુદી જુદી શાખાના કર્મચારીઓએ દોરડું ખેંચ્યું હતું. પછી કારને મહાનગર પાલિકાના પરિસરમાંથી બહાર લઈ જવામાં આવી હતી. આવી અનોખી રીતે એમની વિદાય આપવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકાની કચેરીમાં આસી. કમિશનર તરીકે ફરજ બજાવતા ડૉ. ભાર્ગવ ડાંગરની તાજેતરમાં રાજ્ય સરકાર તરફથી અમરેલી ખાતે બદલી કરી દેવામાં આવી હતી. તેમણે પોતાના હોદ્દા પરનો ચાર્જ છોડ્યો હતો. એ પછી મહાનગર પાલિકાની કચેરીના અન્ય અધિકારી કર્મચારી તરફથી એમને આ રીતે વિદાય આપવામાં આવી હતી. માત્ર કર્મચારી જ નહીં અન્ય અધિકારીઓએ પણ આસી. કમિશનરને વિદાય આપી હતી. તેમની કારને ફૂલહારથી ડેકોરેટ કરવામાં આવી હતી. પછી કારની આગળના ભાગમાં દોરડું બાંધી કર્મચારીઓએ કાર ખેંચી હતી. પછી એમની કારને મહાનગર પાલિકાના પરિસરમાંથી બહાર લઈ જવામાં આવી હતી.

જ્યારે અધિકારી કારમાં બેઠા ત્યારે એની કારને દોરડાનથી ખેંચવામાં આવી. આવી અનોખી રીતે એમને વિદાય આપવામાં આવી હતી. આસી. કમિશનરની ટીમના કર્મચારીઓ એમની કામગીરી અને કાર્યશૈલીથી પ્રભાવિત થયા હતા. જેના કારણે એમને આવી અનોખી વિદાય આપવામાં આવી હતી. એમની ઓફિસથી જામનગર મહાનગર પાલિકાના ગેઈટ સુધી ફૂલની વર્ષા કરવામાં આવી હતી.આ પછી ડૉ. ભાર્ગવ ડાંગરે સૌ કર્મચારી અને સાથી અધિકારીનો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે, મહાનગર પાલિકામાં અગાઉ આવી રીતે કોઈ અધિકારીની વિદાય થઈ હોય એવું ધ્યાને આવ્યું નથી. જોકે, કર્મચારીઓમાં આસી. કમિશનરની એક અનોખી છાપ હતી. કાર્યભાર અને કાર્યશૈલીના કારણે પણ તેઓ જાણીતા હતા. કર્મચારીઓ પણ આ અધિકારીની કામગીરીથી ખુશ હતા. પણ અચાનક અમરેલી બદલી કરી દેવાતા સૌ કર્મચારીઓએ પહેલા એમની કચેરીમાં જઈ આભાર વ્યક્ત કર્યો અને પોતાના કાર્યોને લઈને લાગણી વ્યક્ત કરી દીધી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW