મોરબી જીલ્લામાં તા.24થી 26માં ત્રી દિવસીય ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં તા 25 ના રોજ સીએમ ભુપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે અને લાભાર્થીઓને તેમની સહાય ચીજ વસ્તુઓ અપર્ણ કરશે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અંગેની તૈયારી કરી રહી છે. સીએમ મોરબીમાં હાજરી આપવા તા 25ના રોજ સવારે 8:50 મીનીટે ગાંધીનગરથી મોરબી આવવા રવાના થશે અને 9:50 વાગ્યે સામાકાઠા પાસે તૈયાર કરેલ હેલીપેડ ખાતે ઉતરાયણ કરશે અને ત્યાંથી સીધા સિક્યુરીટી કાફલા સાથે માર્કેટિંગ યાર્ડ ખાતે ગરીબ કલ્યાણ મેળામાં હાજરી આપશે ત્યા ગરીબ લાભાર્થીઓને સહાય અર્પણ કરી પ્રાસંગિક પ્રવચન આપશે. બાદમાં મેળાનું નિરક્ષણ કરશે અને માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લાના રાજકીય સામજિક આગેવાના સાથે 11 વાગ્યે બેઠક કરશે બેઠક પૂર્ણ થયા બાદ લીલાપર રોડ પર આવેલ ક્લાસિક બેન્ક્યુટ હોલ ખાતે મીટીંગ કરશે ત્યાંથી બપોરનું ભોજન લઇ ફરી રોડ માર્ગે હેલીપેડ જશે અને બપોરે 1:45 મીનીટે ફરી ગાંધીનગર જવા રવાના થશે.

