HomeGujaratમોરબીમાં બેલા તળાવીયા શનાળા રોડની પહોળાઇ વધારવા માંગ

મોરબીમાં બેલા તળાવીયા શનાળા રોડની પહોળાઇ વધારવા માંગ

મોરબીનાબેલા ગામથી તળાવીયા શનાળા અને નીચી માંડલ ગામ પર વાહનોની અવર જવર વધી રહી છે જેના કારણે પસાર થતા લોકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે આ રોડને સિંગલ પટ્ટીના બદલે ડબલ ટ્રેક કરવા મોરબીના સામાજિક કાર્યકરે સીએમને લેખિત રજુઆત કરી છે.

મોરબી જીલ્લામાં ખુબ જ ઔદ્યોગિક વિકાસ થયેલ છે. પરંતુ રોડ-રસ્તા, પાણી વગેરેની સુવિધા જેવી મળવી જોઈએ તે મળતી નથી. હાલમાં મોરબી-જેતપર રોડ ખુબ જ ખરાબ સ્થિતિમાં છે. જેને ફોરલેનમાં ફેરવવાના કામને મંજુરી મળી ગયેલ છે. પરંતુ કામ ચાલુ ક્યારે થશે અને ક્યારે પૂરું થશે તે કહી શકાય તેમ નથી. મોરબી-રાજકોટના ફોરલેનના કામની જેમ આ કામ પણ ગોકળગાયની ગતિ કરતા પણ ધીમું ના થાય તે જોવા પણ વિનંતી છે. તેવી જ રીતે હળવદ-મોરબી રોડને પણ તાત્કાલિક કામ ચાલુ કરવા માંગણી છે.ત્યારે મોરબી તાલુકા વિસ્તારમાં આવતા બેલા- તળાવીયા સનાળા-નીચી માંડલને જોડતા રોડ પર મોટા પાયે વાહનોની અવર જવર રહે છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. જો આ રોડ ડબલ લેન કરવામાં આવે તો ટ્રાફિક હળવો થશે. આથી, આ રોડને મોટો અને સારો બનાવવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસીએશનના મોરબીના જનરલ સેક્રેટરી એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW