HomeGujaratરાજકોટની રાધાકૃષ્ણ સોસાયટીમાં થયેલા હુમલામાં સારવાર દરમિયાન 1નું મોત

રાજકોટની રાધાકૃષ્ણ સોસાયટીમાં થયેલા હુમલામાં સારવાર દરમિયાન 1નું મોત

રાજકોટના યુનિ. રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં ઓછી કિંમતે મકાન વેચી દેવા બાબતે ભૂમાફિયા તરફથી છેલ્લા ચાર દિવસથી દબાણ કરતા હોવાનું સામે આવ્યા બાદ સ્થાનિકો તરફથી અનેક આક્ષેપ કરાયા છે. સોસાયટીની બહાર પોલીસ સુરક્ષાની માંગ કરવામાં આવી હતી. જોકે, બે દિવસ પહેલા ભૂમાફિકાઓ ઘસી આવતા તોડફોડ કરી હતી. સ્થાનિકો પર પથ્થર મારો કરાયો હતો. ગાડીના કાચ તોડી નંખાયા મોટું નુકસાન કરવામાં આવ્યું. આ ઘટનામાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન એનું મોત નીપજ્યું છે.

ઈજાગ્રસ્ત વ્યક્તિનું નામ અવિનાશ ઘુલેસિયા હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તે દમ તોડતા આ બનાવ હવે હત્યામાં પલટાયો છે. રાધાકૃષ્ણ સોસાયટીમાં મોડી રાત્રે પાંચ જેટલા શખ્સો નશો કરેલી હાલતમાં દોડી આવ્યા હતા. વાહનોને તથા સ્થાનિકોને નુકસાન કર્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ પથ્થર મારામાં અવિનાશ ધુલેસિયા નામના વ્યક્તિને માથાના ભાગે ભંગીર ઈજા થઈ હતી.


સારવાર હેતું ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આરોપીઓ સામે હત્યાની કોશિશની કલમ આઇપીસી કલમ 307 મુજબ ગુનો નોંધી ચાર આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે હવે બનાવ હત્યામાં પલટાતા આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 48 કલાકની સારવાર બાદ મોત થતા સમગ્ર કેસ હવે હત્યામાં પલટાયો છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ હેતું ખસેડાયો છે. પોલીસે હત્યાની કલમ ઉમેરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. રવિ વાઢેર, હિરેન વાઢેર, વિજય રાઠોડ અને પરેશ ચૌહાણ નામના ચાર આરોપીની ધરપકડ કરી હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW