Zomato અને Paytmના શેરમાં ઘટાડો ચાલુ છે. સ્ટાર હેલ્થના સ્ટોકની સ્થિતિ પણ સારી નથી. એ જ રીતે, નાયકાનો સ્ટોક પણ તેની 52-સપ્તાહની ટોચની નીચે ટ્રેડ કરી રહ્યો છે. આ કંપનીઓના શેર તેમની ઇશ્યૂ કિંમતથી ખૂબ નીચે ગયા છે.
Paytmનો સ્ટોક તેની ઈશ્યુ કિંમતથી લગભગ 58 ટકા નીચે ગયો છે. Zomato શેરની કિંમત પણ તેની ઈશ્યૂ કિંમત 76ની નીચે ટ્રેડ થઈ રહી છે. મંગળવારે પેટીએમ શેરની કિંમત રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગઈ છે. સ્ટાર હેલ્થનો સ્ટોક પણ એક મહિનામાં લગભગ 16 ટકા નીચે ગયો છે. કંપનીઓના IPO ને રોકાણકારોનો જબરદસ્ત ટેકો મળ્યો. પરંતુ, લિસ્ટિંગ પછી, આ કંપનીઓના શેરોએ અપેક્ષા મુજબની મજબૂતાઈ દર્શાવી ન હતી. લાઈવ મિન્ટના અહેવાલ મુજબ, બજાર વિશ્લેષકોનું કહેવું છે કે તે Zomato હોય કે Paytm, તેમના વેલ્યુએશન ખૂબ ઊંચા અને અતાર્કિક રહ્યા છે. તેથી જ આ કંપનીઓના શેર ઉંધા પડી રહ્યા છે.

વિશ્લેષકોનું કહેવું છે કે હાલમાં વૈશ્વિક સ્તરે ઈક્વિટી માર્કેટ દબાણ હેઠળ છે. રોકાણકારો આવી નવી પેઢીઓમાંથી પૈસા ઉપાડી રહ્યા છે જે સતત ખોટ આપી રહી છે. આ બધે જ થઈ રહ્યું છે. આ એવી કંપનીઓ છે જેનું વેલ્યુએશન માર્કેટના ઝડપી વિકાસને કારણે થયું છે. જોકે, છેલ્લા ત્રણ અઠવાડિયાથી માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર માર્કેટના રોકાણકારો પર પડી રહી છે. એક બાજુ મોંઘવારીનો માહોલ છે એવામાં આ પ્રકારનો ફટકો રોકાણકારોને આર્થિક રીતે પરેશાન કરી રહ્યો છે.

