મોરબીના જુના ઘૂટું રોડ પર આવેલ ઝીયલ્ટો સિરામિક નજીક આવેલ ખુલ્લા મેદાનમાં સાંજના સમયે કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી.જોત જોતામાં આગે મોટું રૂપ લઇ લીધુ હતું.સુકા લીલા પાંદડામાં આગ લાગવાના કારણે આસપાસ ધુમાડાનું સામ્રાજ્ય છવાયું હતું જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી હતી ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો અને લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો બનાવમાં સદનસીબે કોઈ જાન હાની થઇ ન હતી.
આગની ઘટનાનો જુઓ વિડીયો

