HomeGujaratએવું તે શું થયું કે, બે મંત્રીઓ આ મહિલાને લોન દેવા પહોંચ્યા?...

એવું તે શું થયું કે, બે મંત્રીઓ આ મહિલાને લોન દેવા પહોંચ્યા? પણ મહિલાએ…

મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં શાકભાજી વેચતી એક મહિલાએ બે મંત્રીઓની ઓફરને ફગાવી દીધી. જ્યારે જિલ્લાના પ્રભારી મંત્રીઓ તુલસી સિલાવત અને પ્રદ્યુમ્ન સિંહ તોમરે મહિલાને 10 હજારની લોન અપાવવાની વાત કરી તો તેણે એમ કહીને ના પાડી દીધી કે આ લોન કોણ ચૂકવશે. આ પછી બંને મંત્રીઓ ત્યાંથી ચાલ્યા ગયા. ઘટના હજીરા શાક માર્કેટની છે. તેનો વીડિયો વાયરલ થયો છે.

11 ફેબ્રુઆરીના રોજ, ગ્વાલિયરના હજીરા શાકભાજી માર્કેટના પ્રભારી મંત્રી તુલસી સિલાવતનો સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. સિલાવત સાથે સ્થાનિક ધારાસભ્ય ઉર્જા મંત્રી પ્રધ્યુમન સિંહ તોમર પણ હાજર હતા. બંને મંત્રીઓ શાકભાજીના દુકાનદારો પાસેથી બજારની વ્યવસ્થા અને ધંધા અંગે માહિતી લઈ રહ્યા હતા ત્યારે એક મહિલા દુકાનદારે મંત્રીને પોતાનો ધંધો ન ચાલતો હોવા અંગે ફરિયાદ કરી હતી. મહિલા દુકાનદારે જણાવ્યું કે હજીરા મંડીમાં કુલ 200 દુકાનદારો હતા, ઈંટક મેદાનમાં શિફ્ટ થયેલી નવી માર્કેટમાં 400 થી વધુ વેપારીઓ આવી ગયા છે એટલે વેપાર થતો નથી.

આના પર મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરે મહિલાને લોન લેવાનું કહ્યું, પરંતુ મહિલાએ ધંધો વ્યવસ્થિત રીતે ચાલતો ન હોવાનું કારણ આપીને લોન લેવાની ના પાડી દીધી. આ પછી પ્રભારી મંત્રી તુલસી સિલાવતે મહિલાને કહ્યું કે તમને મફતમાં દસ હજાર રૂપિયાની લોન આપી રહ્યા છે, તો મહિલાએ કહ્યું કે જ્યારે કોઈ ધંધામાંથી કોઈ રોકડી જ થતી નથી તો હું લોન ક્યાંથી ચૂકવીશ. મંત્રી સિલાવતે કહ્યું કે તમને પુત્ર છે, તો મહિલાએ કહ્યું કે તેને 2 પુત્રો છે. એક પરિણીત છે, બંને ભણેલા છે, પણ નોકરી નથી. એકના લગ્ન કરી દીધા છે. નોકરી ન હોવાનું સાંભળીને મંત્રી સિલાવતે કહ્યું કે તમારા પુત્રના નામે લોન આપી દઈએ. તો મહિલાએ કહ્યું કે જો તેની પાસે નોકરી નથી તો તે લોન ક્યાંથી ભરશે. ત્યારે મંત્રીએ કહ્યું કે નોકરી ન હોય તો શાકભાજીની દુકાને એને ધંધો કરાવો. દુકાન પર બેસીને મહિલાએ કડકાઈથી પૂછ્યું કે જ્યારે મારો ધંધો નથી ચાલતો તો બાળકોનું શું ધંધા પર કરાવું? મહિલાની પ્રામાણિકતા જોઈને પ્રભારી મંત્રી સિલ્વત પણ ત્યાંથી ખસી ગયા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW