HomeGujaratCentral Gujaratવેરાવળ નજીક બેકાબુ કાર ડિવાઈડર સાથે ટકરાઈ ચાર ગોથા ખાઈ ગઈ

વેરાવળ નજીક બેકાબુ કાર ડિવાઈડર સાથે ટકરાઈ ચાર ગોથા ખાઈ ગઈ

સોમનાથ જેતપુર હાઈવે ઉપર વેરાવળ નજીક બેકાબુ થયેલી કારે ડિવાઈડર કુદાવી હવામાં ફંગોળાઈ જતા હાઈવે ઉપર ફિલ્મી કરતા પણ ભયંકર દ્રશ્યો સર્જાયા હતાં.

વેરાવળ નજીક આવેલા સોમનાથ-જેતપુર હાઈવે ઉપર એક બેકાબુ બનેલી કાર ડિવાઈડર સાથે અથડાઈને ચાર જેટલા ગોથા ખાઈ ગઈ હતી. ત્યારબાદ કાર રોડની બીજી તરફ જઈને પડી હતી. જો કે આ અકસ્માતમાં કોઈ નુકશાન નહીં થયું હોવાનું સામે આવ્યુયં છે. કોઈને અકસ્માત નડ્યો નહીં હોવાના કારણે આ અંગેની કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી.

આ ઘટનાના પગલે વેરાવળ હાઈવે ઉપર કોઈ ફિલ્મનું શુટીંગ થતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવ બાદ અકસ્માતના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં. જો કે કોઈપણ પ્રકારની જાનહાની નહીં થતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW