શનિવારથી ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે બે દિવસીય મેગા ઓક્શન યોજાયું છે. ઘણા યુવાન ખેલાડીઓ પ્રથમ દિવસે કરોડપતિ બની ગયા છે, જ્યારે કેટલાક અનુભવી અને દિગ્ગજ ખેલાડીઓ એવા પણ છે જેમને કોઈ ખરીદાર મળ્યું નથી. આ ખેલાડીઓ સુરેશ રૈના, સ્ટિવ સ્મિથ અને સાકીબ અલ હસનનો સમાવેશ થાય છે. જોકે, આ ત્રણેય દિગ્ગજ ફરીથી હરાજીમાં આવશે અને કદાચ ત્યારે તેમને કોઈ ખરીદદાર મળી શકે છે.
ઓલ-રાઉન્ડર દીપક હુડાને લખનઉ સુપર જાયન્ટ્સે રૂ.5.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 10.75 કરોડ રૂપિયા ખર્ચીને હર્ષલ પટેલને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જ્યારે સૌથી મોંઘો ખેલાડી ઈશાન કિશન રહ્યો છે. જેને ખરીદવા માટે ટીમોમાં પડાપડી જેવી સ્થિતિ સર્જાઈ હતી. અંતે તેને પોતની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઓસ્ટ્રેલિયન દિગ્ગજ સ્ટિવ સ્મિથ ઘણી ટીમોમાંથી રમી ચૂક્યો છે પરંતુ આઈપીએલમાં તે પોતાનો પ્રભાવ છોડી શક્યો નથી. જેના કારણે તેને કોઈ ટીમે ખરીદ્યો નથી. સાકીબ અલ હસન અનુભવી ઓલ-રાઉન્ડર છે અને તે કોલકાતા નાઈટ રાઈડર્સનો મહત્વનો ખેલાડી રહ્યો હતો.

