HomeGujaratCentral GujaratAMTSને ખાનગીહાથમાં સોંપવા માટે તખ્તો તૈયાર?જાણો શું કહે છે સત્તાધીશો

AMTSને ખાનગીહાથમાં સોંપવા માટે તખ્તો તૈયાર?જાણો શું કહે છે સત્તાધીશો

AMTSના કંડક્ટરો હવે સ્મશાનમાં ફરજ બજાવશે. હિતેશ બારોટ , ચેરમેન , સ્ટેન્ડિંગ કમિટીના જણાવ્યા અનુસાર અમદાવાદ AMTSમાં ખૂબ મોટા પ્રમાણમાં 1200થી વધુ લોકો અલગ અલગ ખાતામાં શિફ્ટ કરેલા જ છે. હાલ કોર્પોરેશનની હયાત બસો કુલ 50 આસપાસ જ હોય અન્ય ખાનગી છે જેથી ભણેલા ગણેલા અને ગ્રેજ્યુએટ થયેલાને કોર્પોરેશને પગાર ચાલુ રાખી અન્ય જવાબદારીમાં મોકલ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. એએમટીએસ ના 30 કંડક્ટરોની નિમણુંક સ્મશાનમાં કરવામાં આવી છે જેઓ હવે સ્મશાનની અંદર કામ કરશે.મહત્વનું છે કે કર્મચારીઓનો પગાર મનપા દ્વારા જ ચૂકવામાં આવશે. અગાઉ અનેક કર્મચારીઓને મનપાના અલગ અલગ વિભાગમા બદલી કરવામાં આવી છે. ત્યારે અહીં સવાલ એ ઉભો થાય છે કે ખાનગી બસો વધારી દેવામાં આવી છે એ માટે થઈને AMTSનું ખાનગીકરણ કરી દેવામાં આવશે?

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ AMTSનું ખાનગીકરણ થયું રહ્યું છે. જેના કારણે આજે પરિસ્થિતિ એ છે કે 700માંથી તંત્ર પોતાની માત્ર 40 બસ જ દોડાવે છે, બાકી 660 બસ કોન્ટ્રાક્ટરની હોય છે. એએમટીએસના બજેટમાં 400 મિડી અને 50 ઇલેક્ટ્રિક બસ ખરીદવાની જોગવાઈ કરવામાં આવી છે. આ બસો પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ચલાવવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW