HomeGujaratહિજાબ વિવાદમાં કંગના રણૌતે કહ્યું, ત્રેવડ હોય તો….

હિજાબ વિવાદમાં કંગના રણૌતે કહ્યું, ત્રેવડ હોય તો….

દેશમાં હિજાબનો મુદ્દો કર્ણાટકમાં જોર પકડી રહ્યો છે. દરેક વ્યક્તિ આ બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. આ વિવાદમાં હવે અભિનેત્રી કંગના રણૌતની પ્રતિક્રિયા સામે આવી છે. કંગનાએ લખ્યું કે જો તમારામાં હિંમત હોય તો અફઘાનિસ્તાનમાં હિજાબ ન પહેરીને બતાવો. શબાના આઝમીએ પણ કંગનાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભારત ધર્મનિરપેક્ષ પ્રજાસત્તાક દેશ છે.

કંગનાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર લેખક આનંદ રંગનાથનની પોસ્ટ શેર કરતા કંગનાએ લખ્યું, ‘જો તમારામાં હિંમત હોય તો અફઘાનિસ્તાનમાં હિજાબ ન પહેરો. મુક્ત થવાનું શીખો અને પિંજરામાં કેદ ન થવાનું હોય. કંગનાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા શબાના આઝમીએ લખ્યું, જો હું ખોટી હોઉં તો મને સુધારજો. અફઘાનિસ્તાન એક ધાર્મિક રાજ્ય છે અને જ્યારે મેં છેલ્લે તપાસ કરી ત્યારે ભારત એક બિનસાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક હતું? બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત બાદ હવે સોનમ કપૂર પણ હિજાબના વિવાદમાં પ્રતિક્રિયાની હરોળમાં આવી ગઈ છે. તેમણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી. તેમાં પાઘડીમાં એક પુરુષ અને હિજાબમાં સ્ત્રીની તસવીર હતી, અને તેણે પ્રશ્ન કર્યો હતો કે શા માટે પાઘડી ચોઈસ કરી શકાય પણ હિજાબ ન હોઈ શકે.

આ મુદ્દે અગાઉ જાવેદ અખ્તરે કહ્યું હતું કે, તેઓ ક્યારેય હિજાબ કે બુરખાના સમર્થનમાં નથી. પરંતુ, ટોળા દ્વારા છોકરીઓને ધાકધમકી આપવાની નિંદા કરૂ છું. યુનિફોર્મને લઈને સ્કૂલ-કોલેજમાં થયેલા આ હંગામા પર હેમા માલિનીએ સ્કૂલમાં યુનિફોર્મને સન્માન આપવાની વાત કરી છે. બીજી તરફ સ્વરા ભાસ્કર અને રિચા ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે અને કર્ણાટકમાં બનેલી આ ઘટનાને શરમજનક ગણાવી છે. તે જ સમયે, સ્વરા ભાસ્કર, કિમ શર્મા, કમલ હાસન, નીરજ ઘાયવાન સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW