મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ૨૦૧૭મા એક અજાણ્યા યુવકની હત્યા થઇ હતી. આ બનાવમાં પોલીસે તપાસ દરમિયાન યુવકની ઓળખ તો કરી લીધી હતી. પણ આરોપીનો કોઈ પત્તો લાગ્યો ન હતો.આ દરમિયાન એસઓજીએ અલગ અલગ દિશામાં તપાસ કરી હતી દરમિયાન આરોપીની ઓળખ થઇ હતી. તપાસમાં આરોપીની ઓળખ સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રાના જયેશભાઈ ચમનભાઈ રંગાડીયા હોવાનું સામે આવ્યું હતું.અને આરોપી અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવતા એલસીબી અને એસઓજીની ટીમે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી અને બાતમીના આધારે આરોપી જયેશ રંગાડિયાને ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

