ભારતે પોતાનું સૌથી અમૂલ્ય સ્વરરત્ન ગુમાવી દીધુ. કોરોનાએ ભારતની સ્વર કોકિલાનો જીવ લઈ લીધો. મુંબઈ જ નહિ પણ સમગ્ર દેશના સંગીત જગતમાં શોકનો માહોલ છે. હવે લતાજી નો અવાજ માત્ર અગાઉ રેકોર્ડિંગ થયેલા ગીતમાં જ સાંભળી શકાશે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 8 જાન્યુઆરીએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને પછી તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

તેઓ હોસ્પિટલમાં દાખલ છે, તે સમાચાર બે દિવસ બાદ એટલે કે તા. 10 જાન્યુઆરીએ આવ્યા હતા.
લતાજીને કોરોનાની સાથે સાથે ન્યૂમોનિયા પણ હતો. જેમાં સ્થિતિ વધુ બગડી હતી

તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ICU (ઇન્ટેન્સિવ કેર યુનિટ)માં રાખવામાં આવ્યા હતા. ડૉ. પ્રતીત સમધાનીની દેખરેખમાં ડૉક્ટર્સની ટીમ તેમની સારવાર કરતી હતી.

